જૂનાગઢ ગિરનાર પર્વ ઉપર ૩ર૦૦ પગથીયા ચડીને જવાય છે તેવી શેષાવન જૈન દેરાસરની બાજુમાં અતિપ્રાચીન ગિરનારી ગુફા આવેલ છે. જયાં જૂનાગઢ ઋષિ રાજ આશ્રમના મહંત પુ.બલરામદાસબાપુ ગુરૂશ્રી શંકરદાસજી મહારાજ નવરાત્રી અનુષ્ઠાન કરશે.
પુ.બલરામદાસબાપુ ૧૭ વર્ષની નાની ઉંમરમાં ૧૯૯૪ની સાલમાં નાસિક કુંભ મેળામાં દિક્ષા લઈ સન્યાસ લઈ સંત અમલનો માર્ગ અપનાવ્યો અને પુ.બલરામદાસબાપુ ૧૮ વર્ષ સુધી આ ગિરનારી ગુફામાં અલખની આરાધના કરેલ ત્યાં ગુફામાં દત ભગવાનનું મંદિર અને ગણપતિ દાદા હનુમાનજીની પણ સ્થાપના કરેલ છે.
છેલ્લા બે દાયકાથી બાપુ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારી ગુફામાં રવિવારે સવારના શુભ ચોઘડીયે ઘટ સ્થાપના કરી સતત નવ દિવસ સુધી નવરાત્રી અનુષ્ઠાન કરશે. પુ.બાપુ દ્વારા જૂનાગઢ ભરડાવાવ પાસે ઋષિરાજ આશ્રમ ગૌશાળાના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે અને ત્યાંની વ્યવસ્થા સાધ્વી મહેશ્વરીદેવીજી ગુરૂશ્રી બલરામદાસબાપુ સંભાળી રહયા છે. આશ્રમ દ્વારા ગૌશાળામાં ૧પ જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે તેમજ મહિનામાં ત્રણ વાર ૧૦૦થી વધુ બટુકોને ભોજન કરાવવામાં આવે છે. તેમજ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને દફતર પાઠયપુસ્તક, નોટબુક, ચોપડા વગેરે શિક્ષણકીટો વિનામુલ્યે આપવામાં આવે છે. આ ગૌશાળા તેમજ અન્નક્ષેત્રના સેવાયજ્ઞમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા દાતાઓએ મો.નં.૭૬૨૩૯ ૦૬૨૫૮ ઉપર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.