વેરાવળ ખાતે આહીર સમાજનો ભવ્ય નવરાત્રી મહોત્સવ તા.૧૫ થી ૨૩ સુધી યોજાશે ભવ્ય રાસોત્સવ

0

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જાેવા મળે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જાેવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. નવલા નોરતા આવતાની સાથે જ રાસ ગરબા રસીકોમાં અનેરો થનગનાટ પણ જાેવા મળે છે ત્યારે વેરાવળ ખાતે આહિર સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વેરાવળ પાટણ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા આહિર સમાજના પરિવારો માટે વેરાવળ બાયપાસ ઉપર આહિર સમાજની વાડીના વિશાળ ગ્રાઉન્ડ ઉપર તા.૧૫ થી ૨૩ સુધી નવરાત્રી રાસોત્સવ યોજાશે. આહિર સમાજના ભવ્ય રાસોત્સવમાં પરંપરાગત પહેરવેશ સાથે સમુદાયના ભાઈઓ-બહેનો માં આદ્યશક્તિની આરાધનામાં લીન બનશે. આહિર સમાજ નવરાત્રી સમિતિના યુવાનો દ્વારા છેલ્લા દોઢેક માસથી રાસોત્સવની તડામાર તૈયારીઓમાં લાગી ગયા હતા. રસ ગરબાની રમઝટ માટે વિશાળ ગાઉન્ડ તૈયાર કરાયું છે. તો સુચારૂ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોશનીના ઝગમગાટ વચ્ચે નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રાની સંગાથે રાસ રસીકો ઝૂમી ઊઠશે. ત્યારે આહિર સમાજના ભવ્ય નવરાત્રી મહોત્સવ રાસોત્સવ ૨૦૨૩માં વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા આહિર સમાજના પરિવારોને ઉલ્લાસભેર જાેડાવા આહિર સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

error: Content is protected !!