જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૩ વર્ષથી સફળ રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરનાર વણીક સોશ્યલ ગ્રુપ જૂનાગઢ દ્વારા ૧૪માં વર્ષે મારૂતી ડીજેના સથવારે ગપગોલી રાસોત્સવ-ર૦ર૩નું આગામી તા.૧પ થી ર૪ ઓકટોબર દરમ્યાન લક્ષ્મીવાડી, ફુલીયા હનુમાન રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે. સમસ્ત વણીક સમાજને ભાવભર્યા નિમંત્રણ સાથે જણાવેલ છે કે, આ વર્ષે ૧૪માં વર્ષે પણ સૌ સાથે મળી ડાંડીયારાસ રમી શકે તેવા હેતુથી ફકત વણીક સમાજ માટેનું જ સુંદર આયોજન એટલે ન્યુ ગપગોલી સોડા રાસોત્સવ-ર૦ર૩નું ભવ્ય આયોજન છે. આ આયોજન ફકત વણીક સમાજ પુરતું જ મર્યાદિત છે અને તમામ વણીક સમાજ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે તેમજ ન્યુ ગપગોલી રાસોત્સવમાં મિડીયા પાર્ટનર તરીકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક જાેડાયેલ છે. વણીક સોશ્યલ ગ્રુપના પ્રમુખ કુશલભાઈ પારેખ મો.નં.૯૮૯૮૩૧૮૦૪૮ અને તેમના માર્ગદર્શન હેઠળ આયોજક ટીમ દ્વારા રાસોત્સવને ભવ્ય રીતે સફળ બનાવવા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. પાસ મેળવવા માટે કુશલભાઈ પારેખ મો.નં.૯૮૯૮૩૧૮૦૪૮નો સંપર્ક સાધવા તેમજ આ સુંદર આયોજનમાં સમસ્ત વણીક સમાજને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.