મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માં આદ્ય શક્તિની આરતી કરી

0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈએએસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહીને ભક્તિભાવપૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી તેમજ ગરબા નિહાળ્યા હતા. એસોસિએશનના પ્રમુખ શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યસચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવઓ તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ચતુર્વેદી સહિત આઈએએસ ઓફિસર એસોસિએશનના સભ્ય આઈએએસ અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા.

error: Content is protected !!