જૂનાગઢનાં જાણીતા ચિત્રકાર અને રંગોળી આર્ટીસ્ટ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રજનીકાંત અગ્રાવતના ચિત્રોનું પ્રદર્શન રવીશંકર રાવલ કલા ભવન અમદાવાદ અને દર્પણ આર્ટ ગેલેરી પુણે મહારાષ્ટ્રમાં યોજાયું હતું.
ગુજરાત લલીત કલા એકેડેમીના આર્થિક સહયોગથી આ બંને પ્રદર્શન યોજાયેલ હતા. આમ રજનીકાંત અગ્રાવતના ૪ પ્રદર્શન પુર્ણ થયા અને લોકોએ નિહાળી પ્રભાવીત થયા હતા. જૂનાગઢ ખાતે રજનીકાંતભાઈ કલા પ્રેરણા સંસ્થા પણ ચલાવે છે અને નવોદિતોને સારૂં પ્લેટફોર્મ મળી રહે તેવા પ્રયત્નો સતત કરી રહયા છે.