રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ ગિરનારના આંગણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોજાયો આંખ અને દાંતના રોગોનો નિઃશુલ્ક સારવાર કેમ્પ

0

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરૂણા ભાવનાથી દેશ- પરદેશના અનેક ક્ષેત્રોમાં હજારો- લાખો જરૂરિયાતમંદ, લાચાર અને દુઃખી જીવો માટે જીવદયા અને માનવતાના અનેક પ્રકારના સત્કાર્યો દ્વારા સહુને શાતા- સમાધિ પમાડવામાં આવી રહી છે ત્યારે આ સત્કાર્યોની શૃંખલામાં ઓર એક કડી ઉમેરતાં પારસધામ ગિરનારના પ્રાંગણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આંખ અને દાંતના રોગોનો નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો હતો. ડો. મિતેશભાઈ ખોખાણીની એપેક્ષ હોસ્પિટલ એવમ અર્હમ યુવા સેવા ગ્રુપના સહયોગે પરમ ગુરૂદેવની પ્રેરણાથી યોજાયેલાં આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર્સના માર્ગદર્શનમાં ૩૪૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓના રોગોનું નિદાન કરીને એમને યોગ્ય સારવાર પમાડવા સાથે સફળતાપૂર્વક આ કેમ્પ સંપન્ન થયો હતો. આ નિઃશુલ્ક કેમ્પનો લાભ પામવા આવેલાં જરૂરિયાતમંદ એવા ૨૨૨થી વધુ આંખના દર્દીઓનું ચેકઅપ કરીને એમને યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા સાથે અનેક દર્દીઓને નિઃશુલ્ક મોતિબિંદુ ઓપરેશન પણ કરાવી આપવામાં આવશે. એ સાથે જ, જરૂરિયાતમંદ એવા ૧૧૮થી વધુ દાંતના દર્દીઓનું ચેકઅપ કરીને એમને પણ યોગ્ય દવા અને ટ્રીટમેન્ટનું માર્ગદર્શન આપવામાં આવતા ૩૪૦થી વધુ દર્દીઓએ શાતા- સમાધિ પામી રાહત અનુભવી હતી.

error: Content is protected !!