માળીયાહાટીનાના ધાણેજ ગામની સીમમાં આવેલ વાડીમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઈ

0

માળીયાહાટીનાના ધાણેજ ગામની સીમમાં આવેલ વાડીમાં ચાલતી જુગારની ક્લબ ઉપર એલસીબીના દરોડામાં એક ડઝન જુગારીઓને ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે માળીયાહાટીના પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટીધણેજ ગામની મોગરા વિસ્તારમાં આવેલી વિક્રમભાઈ જેઠવાની વાડીમાં વિક્રમભાઈ અને દિલીપ પરબતભાઈ જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા વિક્રમ ખુમાણ, દિલીપ ઓડેદરા, દિનેશ ધોરીયા, ભગીરથ ચુડાસમા, અનિલ ગામી, કમલેશ પટા, ભરત બારીયા, રાહુલ વાઢીયા, ભરત પરમાર, ભાવેશ રાઠોડ, લીલાધર સોંદરવા, હસનખા બેલીમને ૧.૧૭ લાખની રોકડ અને આઠ મોબાઇલ મળી ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

error: Content is protected !!