આવતીકાલે ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા

0

માતાજીનું ચોથુ સ્વરૂપ કુષ્માંડા માતાજી ના ચોથા નોરતે ચોથા સ્વરૂપની પૂજા કુષ્માંડા સ્વરૂપની થાય છે . માતાજીએ બ્રહ્માંડની ઉત્પતી કરેલી . જયારે સૃષ્ટીનું અસ્તિત્વન હતું ત્યારે ચારેય બાજુએ અંધારૂ હતું ત્યારે માતાજીએ પોતાના મંદ હાસ્ય દ્વારા બ્રહ્માંડ ની રચના કરેલી આથી માતાજીનું નામ કુષ્માંડા પડેલું . માતાજી આદિ સ્વરૂપા અને આદિ શકિતરૂપ છે . માતાજી નો નિવાસ સુર્ય મંડળની પાસે છે અને સુર્યલોક માં નિવાસ કરે છે . માતાજીનું સ્વરૂપ સુર્ય સમાન તેજવાળું છે અને શકિતરૂપ છે . માતાજીની તુલના માં કોઈ દેવી દેવતા આવતા નથી . બ્રહ્માંડના બધાજ પ્રાણીઓ, મનુષ્યો તેમની છાયા રૂપ છે . માતાજીને આઠ ભુજા એટલે કે, હાથ છે . આઠ હાથમાં બાણ ધનુશ, કમળ, કળશ અને ચક્ર છે અને આઠ માં હાથમાં સિધ્ધી છે . માતાજીનું વાહન સિંહ છે . કુષ્માંડને બલી કહે છે .
નવરાત્રીના ચોથા દિવસે માતાજીની ઉપાસના થાય છે . પવિત્ર મનથી ઉપાસના કરવી માતાજીની ઉપાસના થી રોગ – બીમારી દુર થાય છે અને સંસારના દુઃખો દુર થાય છે અને આધી વ્યાધી માંથી મુકિત મળે છે.
માતાજીના ઉપાસનાનો મંત્ર : યા દેવી સર્વેભુતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ નૈવેધ માં માલપુવા અથવા ખીર ધરવાથી બધા જ રોગ દુર થાય છે .

error: Content is protected !!