Wednesday, November 29

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના રાસોત્સવની ઉત્સાહભેર થઈ રહેલી ઉજવણી

0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જીલ્લા અને મહાનગરના ઉપક્રમે મહિલા પાંખ દ્વારા ગ્રીનસીટી પાસે ક્રિષ્ના ફાર્મમાં બ્રહ્મ રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સ્મિતા વાઘેલા, પિયુષ દવે, હાર્દિકા દવે સહિતના સીંગરની સાથે ખેલૈયા મનમુકી રાસ રમી રહયા છે. અને ભારે જમાવટ થઈ રહી છે. આદ્ય શક્તિ માંના નવલા નોરતા એટલે કે શક્તિની આરાધના આ પર્વ નવરાત્રીમાં મહિલા શક્તિ ઉજાગર કરવાના શુભહેતુ પણ રહેલો છે. આ રાસોત્સવમાં દિકરીઓ, મહિલાઓ અને સ્ત્રીઓને આત્મરક્ષા માટેના પાઠ પણ ભણાવામાં આવી રહયા છે. અને દિકરીઓને સ્વરક્ષાની તાલીમ આપવા માટેનો પણ કાર્યક્રમ અને સંદેશ પ્રસરાવવામાં આવ્યો છે. આ દરમ્યાન ગઈકાલે બીજા નોરતે આ નવરાત્રીના રાસોત્સવમાં એસપી હર્ષદ મહેતા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ રાસોત્સવમાં એસપી હર્ષદ મહેતા, સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ સહિતના ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!