ગિરનાર દત્તાત્રેય શિખર ઉપર આવેલા પાદુકા મંદિરમાં હિંચકારૂ કૃત્ય કરનાર સામે એફઆઈઆર સહિતના પગલાની બુલંદ માંગ સાથે ભવનાથ ખાતે આગામી તા.ર૮ ઓકટોબરે સંતોની જાહેરસભાનું એલાન

0

ગુજરાતભરના સંતોની ઉપસ્થિતિમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવે તેવા નિર્દેશો

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિરમાં થયેલા હિંચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ સંતો ગુરૂ દત્તાત્રેય ભગવાનના સેવકગણમાં તીવ્ર આક્રોશ ફેલાયેલો છે અને આ કૃત્ય કરનારાઓને સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ફરિયાદ તેમજ તેઓની ધરપકડ કરવી અને દત્તાત્રેય શિખર ઉપર આવેલા દત્તાત્રેય પાદુકા મંદિર આવવા ઉપર પ્રતિબંધ મુકવો સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ પ્રશાસન તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે ફરી એકવાર સંતો અને સેવકગણમાં આક્રોશ ફેલાયો છે. શ્રી ગુરૂદત્તાત્રેય સંસ્થાન ગિરનાર મંડળ દ્વારા એક અખબાર જાેગ નિવેદન જારી કરી જણાવ્યું છે કે, આગામી જાે આ બાબતે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો તા.ર૮-૧૦-ર૦ર૩ના રોજ ગુજરાતના સંતોની ઉપસ્થિતિમાં એક જાહેર સભા યોજવામાં આવશે અને ભાવી રણનીતિ નક્કી કરવામાં આવનાર હોવાનું પણ જણાવેલ છે. શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર મંડળ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે કે, તારીખ ૧-૧૦-૨૦૨૩ના રોજ ગિરનાર પર્વત ઉપર આવેલ દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિર ઉપર દિગંબર જૈન સમાજના ૨૦૦-૩૦૦ના ટોળાં એ એક હીચકારો કૃત્ય કર્યું અને ભગવાનની મૂર્તિને તોડવાનો, દત્ત પાદુકાને નુકસાન પહોચાડવાનો, સૂત્રોચાર કર્યા અને આનાથી ત્યાંની શાંતી અને અખંડિતતાને હાની થાય એવા પ્રયત્ન કર્યા હતા. આ અત્યંત ખેદ જનક ઘટનાથી સંપૂર્ણ સનાતની સમાજ હિન્દુ સમાજ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વર, પીઠાધિશો અત્યંત ક્રોધિત અને રોષે ભરાયા અને આ હીચકારૂ અને હિન, અત્યંત દ્રવિત કરી દેનાર આ કૃત્ય આચરનાર એવા લોકોની ધરપકડ થાય તેમને યોગ્ય દંડ મળે તેઓ જાહેરમાં માફી માગે અને તેવા લોકોને અહીં આવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે એવી માંગણી સાથે પોલીસ પ્રશાસનને એફ.આઇ.આર નોંધાવવા માટે વિનંતી કરેલ આ ઘટનાને તેર દિવસ વીતી ગયા પછી પણ પોલીસ પ્રશાસને આ બાબતની એફ.આઇ.આર નોંધેલ નથી અને તે માટે તેમને ફરીથી યાદ અપાવવા જૂનાગઢમાં ગિરનારી અન્નક્ષેત્ર ઉપર ગુજરાત મહારાષ્ટ્ર અને સમગ્ર દેશના દત્તભક્તો તેમજ ત્યાંના ગિરનાર મંડળના સાધુ, સંતો એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને અમારા આરાધ્યદેવ ભગવાન શ્રી દત્તાત્રેય મંદિર ઉપર થયેલા આ હુમલાને પોલીસ એફ.આઇ.આરની નોંધ લે અને યોગ્ય પગલા કરે તેવી ફરીથી માંગણી મૂકવામાં આવી. તા.૭-૧૦-૨૦૨૩નાં દિવસે પત્રકાર પરિષદનું આયોજન થયું જેના અંદર સમગ્ર ગિરનાર મંડળ ઉપસ્થિત રહ્યું અને ફરીથી એક થી પાંચ દિવસનો સમય પ્રશાસનને આપ્યો આ દરમ્યાન આપ અમારી માગણીઓને પૂર્ણ કરો જે આરોપીઓ છે તેમની વિરૂધ્ધ એફ.આઇ.આર કરીને એમની ધરપકડ કરો અને જાહેર માફી માંગે લેખિતમાં અને વીડિયોમાં જેથી કરીને સમાજમાં થયો છે. જે આક્રોશ આ પરિસ્થિતિમાં લાગણી દુભાવવાથી જે ઉદભવ થઈ છે તે શાંત થઈ જાય પરંતુ પોલીસ પ્રશાસન અમારી વાતને ગણકારતું નથી. દરમ્યાન ૧૪મી તારીખે અમે આ પત્ર બહાર પાડીએ છે કે આસો મહિનાની પુર્ણિમા એટલે શરદ પૂનમે તા.૨૮-૧૦-૨૦૨૩ એ અગાઉ જેમ ગિરનાર મંડળ ભેગું થયું હતું. એમ ગુજરાતનું આખુ સાધુ-સંત સમાજ, સનાતન હિંદુ ધર્મના મહાત્માઓ અને સંતો-મહંત તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર તેમજ દક્ષિણ પ્રાંતનાં જે દત્ત ભક્તો છે એ બધા ભવનાથ તળેટીમાં એકત્રિત થશે. આ સભામાં સંતો મારફત જે પણ કંઈ ર્નિણય લેવાય અને ર્નિણય લઈને જાે પોલીસ પ્રશાસન કાર્યવાહી ના કરે તો શરદપૂર્ણિમા પછી અમદાવાદમાં ભારતનાં સનાતન હિંદુ ધર્મના બધા સંતો-સાધુ મહાત્માઓ, મહામંડલેશ્વરો તેમજ શંકરાચાર્ય એમને બધાને ભેગા કરીશું અને વિશ્વભરથી બે થી પાંચ લાખ દત્ત ભક્તો ત્યાં ભેગા થશે અને યોગ્ય ર્નિણય લેવાશે. અમારી માંગણી સામાન્ય હતી કે દર વખતે અમારા ઉપર આરોપ લગાડતા આ વખતે અમારા સાધુ મહાત્માઓ બધા શાંત રહ્યાને વિડીયોથી બધા એ જાેયું કે મંદિરમા કેટલું અધમ આચરણ કર્યુ હતું. તેમ છતાંય સ્થાનીક પ્રશાસન દ્વારા કોઈપણ પગલું નથી લેવાયું અને ઉપરથી ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. તમે બોર્ડ લગાવ્યા એનું સ્વાગત છે પણ શું બધા દિગંબર જૈન મંદિરોમાં તમે બોર્ડ લગાવ્યા છે કે છઙ્મઙ્મ ॅૈઙ્મખ્તિૈદ્બજ ટ્ઠિી ુીઙ્મર્ષ્ઠદ્બી ? એવું લખ્યું છે તો માનું છું કે પ્રસાશન આ બધા જ મંદિરો માટે આ બોર્ડ માન્ય છે. હું બધા સનાતની હિન્દુ સમાજને આહવાન કરૂ છું કે ગિરનાર ઉપર અને ભારતભરમાં બધા દિગંબર જૈન મંદિરો આવેલા જ છે તો આ છૂટ જાે પ્રશાસન તરફથી મળી જ છે. તો ચાલો આપણે પણ ગિરનાર તેમજ ભારતભરના દિગંબર જૈન મંદિરોમાં જઈએ ત્યાં પણ પૂજા પાઠ કરીએ આપણે પણ શ્રીરામ, હર હર મહાદેવ, હરે કૃષ્ણના નારા લગાવીએ અને શાંતિપૂર્ણ રીતે પૂજા પાઠ દીવો અને સ્ત્રોત્રના પઠન કરીએ આ કરવામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં નથી અને જાે કોઈ છહંૈ ર્જીષ્ઠૈટ્ઠઙ્મ ઈઙ્મીદ્બીહં આપણને આમ કરતાં રોકે તો પ્રશાસન એ આપેલ નંબર ઉપર તેની જાણ કરીએ. પ્રશાસન તરફથી જે આ પૂજા પાઠને છૂટ મળી છે તો આપણે પણ એનો સદુપયોગ કરીએ. બધાએ ધ્યાન રાખવું કે કોઈ હિંસા ન કરવી કોઈ પણ એવું પગલું ન ભરવું જેનાથી કોઈ હિંસાને બળ મળે પણ અહિંસક રીતે આ પ્રચાર પ્રસાર કરવો. બધા જ હિન્દુ ધર્મના શ્રદ્ધાળુએ દિગંબર જૈન મંદિરોમાં જઈને આ કરવાનું અને હું તો ખૂબ રાજી થઈશ કે હિન્દુ મંદિરોમાં જૈન આવે, જૈન મંદિરોમાં હિન્દુ જાય અને પોતપોતાની આસ્થા પ્રમાણે પૂજા-પાઠ કરે ! જાે આવું થાય તો આનાથી વધારે સારી સમરસતા કઈ હોઈ શકે ! પોલીસના પગલાંને આવકારૂ છું અને તેમજ માંગણી કરૂ છું કે એફઆઇઆરની નોંધ કરીને દોષિતોની ધરપકડ કરે અને જાહેર માફી મંગાવે તમે મક્કમ છો અમે હિન્દુ સનાતનીઓ પણ મક્કમ જ છીએ. અમારી એક જ વાત છે કે અમારા આરાધ્ય દેવ ઉપર હુમલો થયો છે તો અમને ન્યાય કેમ નથી મળતો ? તેવા સવાલ સાથે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન અને મહંત શ્રી મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!