વર્ષ ર૦ર૩ નું આખરી ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો : શરદપૂનમની મધ્યરાત્રીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

0

– ગ્રહણ નરી આંખે જાેઈ શકાશે. અવકાશી ભૂમિતિ–પરિભ્રમણની રમત.
– ગ્રહણકાળ ૦૪ કલાક રપ મિનિટ, ખંડગ્રાસ કાળ ૧ કલાક ૧૭ મિનિટ.
– ગ્રહણની અસર માનવજીવન ઉપર લેશમાત્ર પડતી નથી.
– ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો, સુતક–બુતક બોગસ… જાથા.
– રાજયભરમાં ગ્રહણ નિદર્શનના કાર્યક્રમો વિજ્ઞાન જાથા આપશે.
અમદાવાદ ઃ ભારત સહિત વિશ્વના અમુક દેશો–પ્નદેશોમાં શનિવાર તા. ર૮/ર૯ ઓકટોબરે ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો સાડા ચાર કલાકનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. અમુક પ્નદેશોમાં ગ્રસિત સાથે ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો બેનમુન અલૌકિક નજારો નિહાળવા–માણવા, ફોટોગ્રાફી–વિડીયોગ્રાફી કરવાનો લ્હાવો લોકોને મળવાનો છે. રાજયભરમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અમલમાં મુકયો છે. અવકાશી ગ્રહણની ભૂમિતિની રમત, પરિભ્રમણ અને ખગોળીય ઘટના વિશે જાથા મહિતગાર કરનાર છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર૦૭૯ આસો શુકલ પક્ષ પુનમને શનિવાર તા. ર૮/ર૯ ઓકટોબર ર૦ર૩ મેષ રાશિ અશ્વિની નક્ષત્રમાં થનારૂં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. અમુક જગ્યાએ ગ્રસિત ગ્રહણ ઉપરાંત એશિયા, ઓસ્ટે્રલિયા, પૂર્વ અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં જાેવા મળશે.
ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ઃ ર૩ કલાક ૩૧ મિનિટ ૪૪ સેકન્ડ, ગ્રહણ સંમીલન ઃ રપ કલાક ૦પ મિનિટ ૧૮ સેકન્ડ, ગ્રહણ મધ્ય ઃ રપ કલાક ૪૪ મિનિટ, ગ્રહણ ઉન્મીલન ઃ ર૬ કલાક રર મિનિટ ૩૭ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ઃ ર૭ કલાક પ૬ મિનિટ, ૧૯ સેકન્ડ, પરમ ગ્રાસ ઃ ૦.૧રર રહેશે. ખંડગ્રાસ કાળ ઃ ૧ કલાક ૧૭ મિનિટનો રહેશે.
જાથાના જયંત પંડયા જણાવે છે કે ખંડગ્રાસ ચંદ્રગ્રહણમાં ગ્રસિત ભાગ મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લા મથકે જાેવા મળશે. જયારે અન્ય પ્નદેશોમાં ખંડગ્રાસ જાેવા મળશે. બેલ્જિયમ, થાઈલેન્ડ, પોર્ટુગલ, હંગેરી, ઈજિપ્ત, તુર્કી, ઈન્ડોનેશિયા, ગ્રીસ, ઈટાલી, સ્પેન, ઈગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, નાઈજીરીયા, જાપાન, ચીન વિગેરે પ્નદેશ–દેશોમાં લોકોને જાેવાનો લ્હાવો મળશે. સાડા ચાર કલાકની ગ્રહણની અવધિ હોય ખગોળીય આનંદ લૂંટી શકાશે.
જાથાના પંડયા જણાવે છે કે તા. ર૮ મી રાત્રિના સાડા અગિયાર કલાકથી શરૂ થનારૂ ગ્રહણ તા. ર૯ મી ૩ કલાક પ૬ મિનિટ સુધી ગ્રસિત–ખંડગ્રાસ ગ્રહણ નરી આંખે જાેઈ શકાશે. સાડા ચાર કલાકનું ગ્રહણ ખંડગ્રાસ કાળ ૧ કલાક ૧૭ મિનિટની અવધિ સુધી જાેવા મળશે. રાજયકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં પૃથ્વીનો મિત્ર ચંદ્ર માનવી માટે અનેક પ્નકારે લાભપ્નદ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અવકાશી ઘટનાઓ જાેવા–માણવા માટેની હોય છે. ગ્રહો કે ગ્રહણોને માનવજીવન સાથે કશી જ લેવા–દેવા નથી તેની સમજ આપવામાં આવશે. ચંદ્ર દર વષ્ર્‌ો બે સેન્ટીમીટર ખસે છે. ભવિષ્યમાં આશરે ૪૭ કલાકનો દિવસ પણ બનશે. ગ્રહણ પૂનમ–અમાસનો સાથ છોડી ગમે તે તિથીએ ગ્રહણની ખગોળીય ઘટના બનશે. ભરતી–ઓટના વૈજ્ઞાનિક કારણની માહિતી આપવામાં આવશે. વૈજ્ઞાનિકો ખગોળી ઘટના વખતે માનવ કલ્યાણકારી સંશોધનો આદરે છે. ચંદ્ર–મંગળ ઉપર માનવી વસવાટ કરી શકે તે માટેની તૈયારી આરંભી દીધી છે. વિજ્ઞાનથી માનવજાત સુખી–સંપન્ન થયો છે. જયારે ગ્રહણ સમયે લેભાગુઓ, અમુક જયોતિષીઓ નકારાત્મક આગાહીઓ, રાશિ ફળકથનો, કર્મકાંડ–ક્રિયાકાંડો તરફ દોરી જઈને ગુમરાહ કરવાનું કામ કરે છે. લોકોને આર્થિક પછાત રાખવાના ષડયંત્રના ભાગરૂપે ગ્રહણ સમયે જપ–તપ, દાન–પુણ્ય, સૂતક–બૂતક, વેધાદિ નિયમો પાળવાનું બતાવી અવળે માર્ગે વાળે છે. વાસ્તવમાં સૂતક–ગ્રહણના પાળવાના નિયમો નર્યો બકવાસ છે. ગ્રહણની રાજકીય–ભૌગોલિક અસરો લેભાગુઓના મનની ઉપજ છે. ગ્રહણના લાભાલાભ, શુભ–અશુભ, હોની–અનહોની વિગેરે દર્શાવવામાં આવે છે તે નર્યું તુત છે. ભારતના લોકો મોડી રાત્રીના પોતાની અગાસી કે પસંદગીની જગ્યા ઉપર ગ્રહણ દૂરબીન, ટેલીસ્કોપથી નજારો જાેવા આહવાન કરવામાં આવ્યું છે.
વધુમાં પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર હજારો સૂર્ય–ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા હવે પછી પણ પસાર થવાના છે ત્યારે ગ્રહણની અસરોની હકિકત માત્ર ને માત્ર બકવાસ વિજ્ઞાને સાબિત કરી છે. કુદરત–પ્નાકૃતિક નિયમો અનુસાર પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, હોની–અનહોની ઘટના બનવાની જ છે. તેને કોઈ રોકી શકતું નથી. તેને પ્નાર્થના–પૂજાપાઠ, હોમ–હવન, જપ–તપ સાથે કશી જ લેવાદેવા નથી. વિજ્ઞાન આગોતરી જાણકારી આપી સાવધાન કરે છે તેને અટકાવી શકતું નથી. ટી.વી. ઉપર પળે–પળની માહિતી નજરે જાેઈ શકીએ છતાં અવિજ્ઞાન જયોતિષ તરફ રૂચિ રાખવી તે માનવીની દરિદ્ર માનસિકતા છે. ભારતમાં સદીઓથી સંકટ, ભયાનકતા, દુઃખ ટાળવા અનુષ્ઠાન, પૂજાવિધી વિગેરે જાેવા મળે છે જયારે યુરોપ ખંડમાં સંશોધનો આદરી તેમનો સામનો કરવા શીખડાવવામાં આવે છે. જાથા લોકોમાં મનોબળ દ્રઢ કરવા અનેક કાર્યક્રમો આપે છે. માનસિક નબળા લોકોને અનેક પ્નકારની અસર સાથે ક્રિયાકાંડો કરવા પડે છે તેમાં બરબાદી મળે છે તે માટે પોતે જવાબદાર છે. જાથાએ સમગ્ર ભારતમાં ગ્રહણનો નજારો જાેવા માટે અભિયાન આદર્યું છે.
એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે હિન્દુઓ માટે જ વિધિ–વિધાન છે. મંદિરો બંધ રાખવાનું તર્ક સમજાતું નથી. ગ્રહણ પહેલાની કલાકોમાં વેધાદિ નિયમો પાળવાના તુત આપણા દેશમાં જાેવા મળે છે. ગ્રહણ સંબંધી રદ્દી માન્યતાઓ, રિવાજાે, પરંપરાઓ, દંતકથાઓ વિગેરે જે તે સમયે સ્તુત્ય હશે પરંતુ ર૧ મી સદીમાં તદ્દન અવાસ્તવિક, અતાર્કિક, અવૈજ્ઞાનિક હોય તેને તિલાંજલિ આપવી જાેઈએ. ભાવિ પેઢીને વિજ્ઞાન દ્રષ્ટિકોણ–અભિગમ આપવાની જરૂર છે.
રાજયમાં ગામે–ગામે, જિલ્લા–તાલુકા મથકે જાથાના સદસ્યો, શુભેચ્છકો, જાગૃતો પોતાના વિસ્તારમાં વિવેકબુદ્ધિથી એકઠા થઈ અવકાશી નજારો નિહાળવાના કાર્યક્રમ સાથે ચા–નાસ્તો કરી, વેધાદિ નિયમનો ઉલાળીયો કરી નકારાત્મક આગાહીઓની હોળી કરી જાગૃતતા લાવવા જાથા અપીલ કરે છે. ગ્રહણ સંબંધી ફોટોગ્રાફસ જાથાને મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ–આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર–કચ્છના જિલ્લા– તાલુકા મથકે જાગૃતો સ્વયં આયોજન કરી ખંડગ્રાસ ગ્રહણ નિહાળશે. અંતમાં પોતાના ગામમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!