રઘુવંશી સખી સહિયર વૃદ્ધ દ્વારા ઓપન જૂનાગઢ રાસોત્સવનું અનેરૂ આયોજન

0

સોમવારે બીજા નોરતે જલારામ મહિલા મંડળના સાનિધ્યમાં ચાર ગ્રુપમાં છ,મ્,ઝ્ર,ડ્ઢ બહેનોને રમાડવામાં આવેલ. મીનાબેન પરપડા તથા શીલાબેન બુધદેવના માર્ગદર્શન નીચે ચેતનાબેન મિશ્રાણીના યજમાન પદે સંપૂર્ણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ. જલારામ રઘુવંશી મહિલા મંડળ કારોબારી મેમ્બરઓ હાજર રહેલા. ટોટલ ૨૯ ઇનામોની વણઝાર ચાલુ રહેલ આ કાર્યક્રમમાં કનકબેન રૂપારેલીયા, પ્રફુલાબેન ઠકરાર, રક્ષાબેન સાંગાણી, ભાવનાબેન અઢિયા દરેક કારોબારી મેમ્બરોના સાથ સહકારથી આટલા ઇનામો આપવામાં આવેલ. સ્વાતિબેન મિશ્રાણીએ જજ તરીકે સેવા આપેલ. લોહાણા જ્ઞાતિના અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહેલા. ગીતાબેન કોટેચાએ હાજરી આપી બહેનોને આવકાર્યા હતા. બધા બહેનોએ મળીને આરતી કરેલ આરતીબેન કારિયા, અનીલાબેન બથિયા, સરોજબેન કારિયા, હિરવાબેન રૂપારેલીયા, રિયાબેન સાંગાણી બધાએ હાજરી આપેલ હતી.

error: Content is protected !!