ગિરીરાજ સોસાયટીમાં હોમગાર્ડ જવાને એસિડ પીતા મૃત્યું

0

જૂનાગઢના એક હોમગાર્ડ જવાને આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે.આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં ગિરિરાજ સોસાયટી ખાતે આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા હોમગાર્ડ જવાન સાગરભાઇ રાજુભાઈ છતવાણી ઉ. વ. ૨૯ નામના યુવકે ગત ૧૦ ઓક્ટોબરે પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. આથી તેમને જૂનાગઢ ખાતે સારવાર આપી વિશેષ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા રાજુભાઈ ત્રીકમદાસ છતવાણીએ કરતા બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. હોમગાર્ડ જવાનની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. વિશેષ તપાસ પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!