વંથલી પંથકમાં જુગાર દરોડો : ૧૩ સામે કાર્યવાહી

0

વંથલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધંધુસાર ગામે નવઘણભાઈ મેરામણભાઈ થાપલીયાના કબ્જા ભોગવટાના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા સાત શખ્સોને રૂા.૧૮,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે ધણફુલીયા ગામેથી દિલીપભાઈ કરમશીભાઈ ચાવડાના કબ્જા ભોગવટાની વાડીએ ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા છ શખ્સોને રૂા.૧,૮૬,ર૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.

error: Content is protected !!