ગાંધીગ્રામ ગરબી મંડળ જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક થઈ રહેલી ઉજવણી

0

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવ ઉમંગભેર ઉજવાય રહ્યો છે. દરમ્યાન ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને બાળાઓના સુંદર મજાના રાસ-ગરબાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ભારે આકર્ષણ જગાવેલ છે. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૬પ વર્ષથી ગરબી કરવામાં આવી રહી છે અને આ ગરબી લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી, જગદિશભાઈ વસાવડા, ડાયાભાઈ દરજી તેમજ રાજયગુરૂએ સ્થાપન કરેલ છે અને આ ગરબીમાં અંદાજીત ૩૦૦ થી ૩૧પ જેેટલી બાળાઓ દર વર્ષે માતાજીની આરાધના, ગરબા લેતી હોય છે. બાળાઓ પાસેથી ટોકન ફી. રૂા.૧ તેમજ બહારના વિસ્તારની બાળાઓ પાસેથી રૂા.૧૦૧ ફાળાપેટે લેવામાં આવે છે. ર૦૦૦ની સાલથી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગરબી મંડળમાં નવરાત્રી મહોત્સવનું સુંદરમજાનું આયોજન કરવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓના સાથસહકાર સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. વીરાભાઈ મોરી, જીગ્નેશભાઈ દવે, ડાયાભાઈ મોરી, નાથાભાઈ આહિર, કેતનભાઈ બામરોટીયા, મેહુલભાઈ કોઠારી, ભાવેશ મોરી, સાહરૂખભાઈ મકવાણા, મેણસીભાઈ વાજા, મજીદભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ શાહ, મીતભાઈ કોડીયાતર, યશભાઈ જાેટાણીયા તેમજ બહેનોમાં કુસુમબેન મહેતા, બંસીબેન નંદાણીયા, શિતલબેન મોરી, કોમલબેન બામરોટીયા, પુરીબેન કરમટા, હિનાબેન કરમટા, સોનલબેન માળી વિગેરે દ્વારા નવરાત્રી મહોત્સવને સફળ બનાવવામાં આવી રહેલ છે. આ ઉપરાંત જાણીતા કલાકારો મુકેશભાઈ બારોટ, દિવાબેન લાંબા અને આયુષભાઈ ડાભી અને સાજીંત્રોના સથવારે માતાજીના દુહા, રાસ, છંદની રમઝટ વચ્ચે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!