જૂનાગઢના ચોબારી રેલ્વે ફાટક પાસે ડમ્પર ડિવાઈડરમાં ભટકાતા ભીષણ આગ લાગી

0

જૂનાગઢના ચોબારી ફાટક પાસે ગઈકાલે બપોરના સમયે જીજે-૧૦-ટીટી-૯૦૧૪ નંબરનું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ દરમ્યાન સામેથી આવતી કારને બચાવવા જતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ ડમ્પર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું અને બાદમાં ડિઝલની ટાંકી તુટી જતા સ્પાર્ક થતા ડમ્પર આગની લપેટમાં આવું ગયું હતું. આ દરમ્યાન જૂનાગઢ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.

error: Content is protected !!