ખંભાળિયા શહેરની મધ્યમાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલી ખાતે ગોસ્વામી શ્રી નૂપુર બાવાના લાલન ચિ. ગોસ્વામી શ્રી ધ્યેયરાયજી બાવાશ્રીના જન્મદિવસ નિમિત્તે આગામી શનિવાર તારીખ ૨૧ મીના રોજ (સાતમના) સેવાકુંજ હવેલી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
આ પ્રસંગે શનિવારે સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન હવેલી ખાતે સત્સંગ તથા વૈષ્ણવો માટે રાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સહભાગી થવા સર્વે વૈષ્ણવો ભાઈઓ-બહેનોને હવેલીના ગોસ્વામી શ્રી માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.