ખંભાળિયાના ભાતેલ ગામે તત્કાલીન રાજ્યમંત્રી હકુભા જાડેજા પરિવાર દ્વારા માતાજીનું નવરાત્રી અનુષ્ઠાન

0

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને જામનગર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય તથા તત્કાલીન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના મહાપર્વ નિમિત્તે અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી હકુભા જાડેજા દ્વારા પોતાના વતન ભાતેલ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં અનુષ્ઠાન મારફતે માતાજીની આરાધના કરવામાં આવે છે.
આ વખતે શરૂ થયેલા અનુષ્ઠાન દરમ્યાન અહીં શારદા પીઠના વિદ્યાર્થીઓ પણ આવે છે. અહીં માતાજીના મંત્ર સાથે ૧૧ લાખ જાપ કરવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાંથી ખાસ આવેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દરરોજ સવારે સાડા સાત વાગ્યાથી રાત્રે સાડા સાત વાગ્યા સુધી જાપ કરવામાં આવે છે.
સાથે સાથે અહીં હોમ હવન તેમજ પૂજન અર્ચનમાં ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તથા તેમનો પરિવાર માતાજીની આરાધના કરે છે. નવરાત્રિના અંતે દર વખતે વિવિધ ફળોની આહુતિ આપવામાં આવે છે. આ વખતે પણ હવનાષ્ટમીના બિલ્વ ફળની આહુતિ બાદ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે.

error: Content is protected !!