ભાણવડ મુકામે ભગીરથ જન કલ્યાણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત ભરમાં વસતા ભગીરથ રાજાના વંશજાે જે હાલ ભારતના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જ્ઞાતિઓ તરીકે વસવાટ કરી રહ્યા છે અને આ વિશાળ સમાજની વસ્તી અંદાજે ૨૦ કરોડ જેટલી થાય છે. આ તમામ ભગીરથ વંશજાે એકબીજા સાથે પરિચય મેળવે અને સમાજમાં એકતા સ્થપાય તેવા ઉમદા હેતુથી હરિદ્વારથી સોમનાથ જવા નીકળેલી આ ભગીરથ જન કલ્યાણ યાત્રા ગઈકાલે બુધવારે ભાણવડ મુકામે પહોંચી હતી. બુધવારે બપોરે ભાણવડની રવિરાજ હોટલ ખાતેથી નીકળેલી આ વિશાળ શોભાયાત્રા રણજીતપરા વિસ્તારમાં થઈને સગર સમાજ સુધી યોજાઈ હતી. સગર સમાજ ખાતે પહોંચીને આ રેલી જાહેરસભામાં ફેરવાઈ હતી. ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાંથી આશરે ૭૦૦ જેટલા નોંધપાત્ર સંખ્યામાં સગર સમાજના ભાઈઓ તથા બહેનો આ રેલી- સભામાં જાેડાયા હતા. આ સભાને આણંદભાઈ કરથીયા તથા ભગીરથ જન કલ્યાણ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક હરિશ્ચંદ્ર મહંતો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.