રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા. ૧૫ ઓક્ટોબરથી તા. ૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામા સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂપે ૨૧ ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં સમુદ્ર કિનારા ખાતે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાનના ભાગરુપે બુધવારે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામેશ્વર પ્લોટમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કચરાના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા પણ કરાઈ હતી.