ગીર ગુંજન વિદ્યાલય – મહોબતપરા ખાતે ધ્યાન શાળા વિકાસ સંકુલ- ગીર ગઢડા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉના અને ગીર ગઢડા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. ગીર ગુંજનના પ્રાંગણમાં ચંદ્રયાન-૩ નું ચંદ્ર ઉપર લેન્ડિંગનો ડેમો વિદ્યાર્થીઓને પ્રદર્શિત કરવામાં આવ્યો ગીર ગઢડા તાલુકાની દરેક શાળાઓ એ ભાગ લઈ પોતાનામાં રહેલી બાળ વૈજ્ઞાનિક શક્તિને પ્રદર્શિત કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંધરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, ટ્રસ્ટ પ્રમુખ પીઠાભાઈ નકુમ, તાલુકા કારોબારી ચેરમેન શ્રી કાનજીભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખના પ્રતિનિધિ ભીખાભાઈ કીડેચા, ટ્રસ્ટી મુકેશભાઈ, મંગળભાઈ તથા મેનેજિંગ ટ્રસ્ટી દેવાયતભાઈ વાઘમશીની ઉપસ્થિતિમાં સફળ રીતે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો