ઉનાનો ટાવર ચોક હવે પારેખ ચોક તરીકે ઓળખાશે

0

૫૭ વર્ષ પહેલાં ઉના શહેર ના નગરજનો ને સમય ની સાથે ચાલવાની પ્રેરણા આપવાના ધ્યેય સાથે નિર્માણ થયેલ ત્રિભોવનદાસ પારેખ ટાવર સમય રફતાર અને વાતાવરણ ની થપાટ થી જર્જરિત થઇ ગયેલ હતો.ત્યારે પરીવર્તન એ સંસાર નો નિયમ છે. પ્રથમ તસ્વીરમાં ૧૯૬૬ માં નિર્માણ થયેલ ત્રિભોવનદાસ પારેખ ટાવર ની છે જ્યારે બીજી તસ્વીરમાં જર્જરિત ટાવર ને ઉતારી લીધાં બાદ તા ૧૭/૧૦/૨૩ ની સાફ જગ્યા ની છે આજે આ જગ્યા એ નગરજનો ની વધું સુવિધા માટે નવા ચોક નાં નિર્માણ નો પ્રોજેકટ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના વિકાસ લક્ષી માર્ગદર્શન હેઠળ કાર્યરત ઉના નગરપાલિકા એ હાથ ધર્યો છે જે આગામી દિવસોમાં નવનિર્માણ થનાર રેલ્વે ફાટક થી મચ્છુન્દ્રી નદી ના પુલ સુધી બંને સાઈડ સીસી રોડ તથા વચ્ચે ડીવાઈડર નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ ના ટાવર ચોક હવે પારેખ ચોક તરીકે ઓળખાશે.

error: Content is protected !!