જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને કડક પગલા : વધુ ૧રર વિરૂધ્ધ કાર્યવાહી

0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યદક્ષ અધિકારી હર્ષદ મહેતાએ જયારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. એટલું જ નહી કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. નવરાત્રી દરમ્યાન પણ શાંતીપુર્ણ માહોલ બની રહે તે માટે સતત પોલીસનું પેટ્રોલીંગ તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ દરમ્યાન અસામાજિક પ્રવૃત્તિને કોઈ અવકાશ રહે નહિ, લકોની સલામતી, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે જૂનાગઢ શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા રવિવારથી નવરાત્રિ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેના ત્રીજા દિવસે મંગળવારે નંબર પ્લેટ વગરના અને માન્ય નંબર પ્લેટ ન હોય એવા ૪૨ વાહન ચાલકો, કાળા કાચવાળા ૨૦ વાહનો, પીધેલા-ડ્રગ્સ લીધેલ ૩૦ ઇસમો, નશાની હાલતમાં વાહન ચલાવતા ૨ ચાલક, હથિયારબંધી જાહેરનામા ભંગ સબબ ૧ કેસ, પૂરઝડપે વાહન હાંકનાર ૪ શખ્સો, વાહન ડીટેઇન ૧૩ કેસ, તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ૫ કેસ અને ૫ ઇસમો સામે અટકાયતી પગલા સહિત કુલ ૧૨૨ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Content is protected !!