ગરબાની સમય મર્યાદા અંગેની ગૃહમંત્રીની જાહેરાત અંગે અવઢવ : સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના આદેશ અનુસાર ૧ર વાગ્યા પછી માઈક ચાલું રાખી શકાતું નથી

0

ગરબા રમવા સામે વાંધો છે જ નહી મુળ પ્રશ્ન ઘોંઘાટનો છે : કિરીટ બી. સંઘવી એડવોકેટ

જૂનાગઢ શહેરના લોકોની એક માનસિકતા રહી છે કે, ભાજપની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ યોજના તો અથવા તો જાહેર જનતાને સ્પર્શતી જાહેરાતો કરવામાં આવે ત્યારે લગભગ આવી જાહેરાતોને કોઈપણ જાતનું અનવેશણ કર્યા વિના તેને આવકાર આપતા સંદેશાઓ શરૂ થઈ જાય છે. એવું તાજેતરમાં જ બનવા પામેલ છે. નવરાત્રીના આ પવિત્ર દિવસો દરમ્યાન નવરાત્રી મહોત્સવની રાજયભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રાત્રીના ૧ર પછી પણ ગરબા રમવાની જાહેરાત કરતા ખેલૈયાઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જાેકે હાઈકોર્ટે ૧ર વાગ્યા પછી માઈક બંધ રાખવા અંગે જણાવ્યું છે. બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે જાહેરાત કરી છે તેનું અર્થઘટન ખોટું થઈ રહ્યું છે. ગરબા આખી રાત રમવા હોય તો રમી શકાય છે પરંતુ સાઉન્ડ સિસ્ટમ વિના એટલે કે ઘોંઘાટ વિના માતાજીના ગરબા, આરાધના કરો તો તેમાં કોઈને કાઈ વાંધો કે મુશ્કેલી ન હોય પરંતુ સવાલ છે એ ઘોંઘાટનો છે. આજના સમયમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમને પગલે ઘોંઘાટભર્યા વાતાવરણમાં ગરબાઓ ગવાય છે અને માતાજીના આરાધના કરવામાં આવી હોય છે. તે બાબતે નાગરિકો દ્વારા માતાજીના ગરબા કે માતાજીની આરાધના કરવા સામે કોઈ જ વાંધો લેવામાં આવેલ નથી પરંતુ જાહેર હિતની અરજીઓ કરી અને જે ઘોંઘાટ ભર્યું વાતવરણ થાય છે તે ધ્વની પ્રદુષણ અંગે રિટ દાખલ કરવામાં આવતી હોય છે અને આ બધી સમસ્યાના અંત માટે સુપ્રિમ કોર્ટે રાત્રીના ૧ર પછી માઈક બંધ રાખવાની ગાઈડ લાઈન જારી કરેલી છે અને આ દરમ્યાન હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ૧ર પછી પણ ગરબા ચાલું રાખી શકશે તેવા મંતવ્યમાં એમ નથી કહ્યું કે, ૧ર વાગ્યા પછી પણ સાઉન્ડ સિસ્ટમ ચાલું રાખી શકાશે. હર્ષ સંઘવીની આ જાહેરાતને પગલે જૂનાગઢમાં પણ તેને આવકાર આપવાની પ્રક્રિયાના મેસેજાે વહેતા થયા છે પરંતુ આ સાથે જ ગમેતેવી પરિસ્થિતિમાં પણ પોતાના કાયદાકીય જ્ઞાનનો લાભ આપતા જૂનાગઢના કાનુની નિષ્ણાંત કિરીટ બી. સંઘવીએ પોતાના મંતવ્યો ઉપર આજે પણ અડગ છે. તેઓએ જણાવ્યું છે કે, માઈભકતો આખી રાત ગરબા લે તેની સામે વાંધો નથી પરંતુ રાત્રીના ૧ર પછી માઈક ચાલું ન રહેવા જાેઈએ. કારણ કે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટે આદેશ આપ્યો છે નોઈસ પોલ્યુશન એકટ મુજબ માઈક ૧ર વાગ્યા પછી ચાલું રાખી શકાતું નથી.

error: Content is protected !!