ખંભાળિયામાં યોજાઈ રહેલ વિવિધ ગરબીઓમાં સાંસદના સહયોગથી લ્હાણી વિતરણ કરાયું

0

ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં હાલ મોટી સંખ્યામાં યોજાતી ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકની ગરબીઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સહયોગથી લ્હાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અહીંના જુદા-જુદા વિસ્તારોમાં સાંસદ પૂનમબેન માડમ તરફથી મળેલી ભેટને બાળાઓ સુધી વિતરણ કરવા માટે શહેર સંગઠનના પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, રચનાબેન મોટાણી, હિતેશભાઈ ગોકાણી, મોહિત મોટાણી, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, રેખાબેન ખેતિયા, હીનાબેન આચાર્ય, અશોકભાઈ કાનાણી, મીત સવજાણી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!