ખંભાળિયાના કેશોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા માતાજીના મંદિરે પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

0

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા શ્રી આવળાઈ માતાજીના મંદિરની જાતરનો મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની જાતર ખૂબ ધામધૂમ પૂર્વક નીકળી હતી.
આ પરંપરાગત મેળાની સાથે આવળ ધામ – કેશોદ તથા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના અશ્વપ્રેમીઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય, અશ્વદોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેવાલ ચાલ તથા સ્પીડ ચાલ એમ બે પ્રકારની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલા અશ્વોના માલિકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આવળ માતાજીની જાતરમાં મંદિરે દર્શન માટે તેમજ અશ્વદોડ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

error: Content is protected !!