ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં મહિલા મંડળ સંચાલિત ગરબીનું અનેરૂ આકર્ષણ

0

ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રામનાથ મહિલા મંડળ દ્વારા છેલ્લા આશરે નવ વર્ષથી ચામુંડા ગરબા મંડળના નેજા હેઠળ બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ અહીં બે વર્ષથી બાર વર્ષ સુધીની ૩૦૦ જેટલી બાળાઓની ગરબી યોજવામાં આવી છે. બહેનો સંચાલિત બાળાઓ માટેની આ પ્રાચીન ગરબીમાં જુદા જુદા ચાર ગ્રુપમાં બાળકોને માતાજીની આરાધના કરે છે.
અહીં દરરોજ બાળાઓને દૂધ તેમજ નાસ્તાની પ્રસાદી આપવામાં આવે છે. આ સમગ્ર આયોજન માટે મહિલા મંડળ તથા આ વિસ્તારના મહિલા કાર્યકર્તાઓ દ્વારા નિઃસ્વાર્થ ભાવે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે.
આ વિસ્તારના અગ્રણીઓ તેમજ સેવાભાવીઓ દ્વારા પણ ગરબી માટે સહયોગ મળી રહે છે. નવરાત્રી પર્વના અંતે બાળાઓને આકર્ષક લ્હાણીનું પણ વિતરણ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે.

error: Content is protected !!