ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિની પરંપરાગત ગરબીમાં શ્રી રાંદલ માતાના લોટાના અલભ્ય રાસ યોજાયા

0

ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે રસોત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે રઘુવંશી જ્ઞાતિની પાંચ વર્ષથી બાર વર્ષ સુધીની બાળાઓ માટે યોજવામાં આવેલા આ પરંપરાગત રાસ ગરબામાં દરરોજ જલારામ બાપા, મહાપ્રભુજી, મહાદેવજી, ગણપતિજી, રાંદલ માતા વિગેરેના પ્રાચીન અને પરંપરાગત રાસ યોજવામાં આવે છે. અહીં ભારતની સંસ્કૃતિ તેમજ વારસો જાળવી રાખવા સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. હાલ નવરાત્રીના
નવદુર્ગાના આ તહેવારમાં માતાજીના અલગ અલગ સ્વરૂપ સાથે બાળાઓ આદ્યશક્તિની ઉપાસના કરે છે. આ પ્રસંગમાં ગઈકાલે ગુરૂવારે રાત્રે રાંદલ માતાના લોટાના રાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત જ્ઞાતિજનોએ બિરદાવી અને બાળાઓની આ સુંદર કલાથી સૌ કોઈ અભિભૂત થયા હતા. નવરાત્રીના આ આયોજનમાં બાળાઓને લ્હાણીનું પણ વિતરણ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ માટે જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો સહિત સૌ કોઈનો તન, મન અને ધનથી સહકાર પ્રાપ્ત થાય છે. આ નવરાત્રી પર્વના આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળના બહેનોની જહેમત આવકારદાયક બની રહી છે.

error: Content is protected !!