ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા આવતીકાલે પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવશ

0

ર૧મી ઓકટોબર સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવાય છે. જેના અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ એકમ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં વેરાવળ એસટી પોલીસ સવારના ૮ વાગ્યે ખાસ શ્રધ્ધાંજલી પરેડનું આયોજન કરાયું છે. જેમાં ૧ સપ્ટેમ્બર ર૦રર થી ૩૧ ઓગષ્ટ ર૦ર૩ એમ એક વર્ષ દરમ્યાન જે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું ફરજ પર અથવા હિંસક બનાવોમાં, ધરતીકંપ, હોનારત જેવા કારણોસર ફરજ ઉપર મૃત્યુ થયું હોય તેમની યાદરૂપે પોલીસ સંભારણા દિવસ મનાવાશે. આ પ્રસંગે સમગ્ર દેશ માટે નિયત કરેલી સ્પીચનું વાંચન કરવામાં આવશે. પછી જનરલ સેલ્યુટ અને શોકદર્શક બ્યુગલ વગાડી સાવધાન પોઝીશનમાં ઉભા રહી શહિદોને સલામતી આપવામાં આવે છે. ે

error: Content is protected !!