આઇ.સી.ડી.એસ. કચેરી તાલાળા દ્વારા સશક્ત દીકરી સુપોષિત ગુજરાતથી આધારિત કિશોરી મેળો યોજાયો

0

તાલાળા તાલુકા આઈસીડીએસ કચેરી દ્વારા સશક્ત દીકરી સુપોષિત ગુજરાત થી આધારિત કિશોરી મેળો નું આયોજન તાલાળા ખાતે યોજાયો હતો તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ તથા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ગોવિંદભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો જેમાં સીડીપીઓ દિવ્યાબેન ડી રામ દ્વારા કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભવોનું પુષ્પ ગુચ્છ થી અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આઈ.સી.ડી.એસ. કચેરીના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, લાભાર્થીઓ, કિશોરીઓ તથા કિશોરીના વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉપરાંત આરોગ્ય શાખામાંથી ડો. ડી બી ગોહિલ તથા સખી વન સ્ટોપ સેન્ટરમાં થી સોલંકી લક્ષ્મીબેન તથા મહિલા અને બાળ વિભાગમાંથી રસીલાબેન કરગઠિયા તથા ૧૦૮ હેલ્પલાઇન નંબરમાંથી સંજનાબેન તથા ગૃહ સુરક્ષા વિભાગમાંથી દક્ષાબેન દેવમુરારી તથા પોલીસ સ્ટાફ વિભાગમાંથી પીન્ટુબેન લાખણોત્રા અને ધારાબેન વાળા ની ઉપસ્થિતિ રહેલ હતી જેઓએ કિશોરીને લગતા પ્રાસંગિક પોતાના પ્રવચન આપેલ તેમજ વિવિધ વિભાગના સ્ટોલ પણ રાખવામાં આવેલ હતા આ કાર્યક્રમનું સંચાલન પુનિતભાઈ સોલંકી, રાજેશભાઈ સોલંકી, અતુલભાઇ અપરનાથી, પ્રદીપભાઈ માકડીયા મુખ્ય સેવિકામાં બહેનોમાં કાજલ બેન પંપાણિયા,ભાવનાબેન ભટ્ટ, કિંજલબેન હળવાની, ભેનીબેન સોલંકી,લતાબેન ડોડિયા દ્વારા કરવામાં આવેલ હતું તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટૃસ વર્ષ સબબ મિલેટૃસ અને ટી.એસ.આર ના પ્રસાર માટે જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવી તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.
(તસવીરઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!