સુત્રાપાડા ખાતે ડો.ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૩ની શરૂઆત કરાવતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ

0

ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન – ૨૦૨૩ યોજવામાં આવેલ જેમાં આજે મનુષ્ય ગૌરવ દિન નિમિતે શ્રીમદ ભગવત ગીતાજી ને છેવાડાના માનવી સુધી પહોંચાડી લોકોને કર્મોના સિધ્ધાંત ઉપર જીવતા શીખવનાર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી ની જન્મ જયંતિ નિમિતે તેઓને વંદન કરી દીપ પ્રાગટ્ય સાથે સુત્રાપાડા ના વતની અને ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ આધ્યસ્થાપક અને ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ના વરદ હસ્તે સુત્રાપાડા ગગન એસ.વી.એસ. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સુત્રાપાડા તાલુકાની સુત્રાપાડા, ધામળેજ, વડોદરા ઝાલા , પ્રશ્નાવડા, પ્રાંસલી, ગોરખમઢી મોડેલ સ્કૂલ માધ્યમિક સ્કૂલો માંથી ૧૯ જેટલી શ્રેષ્ઠ કૃતિઓ બાળ વેજ્ઞાનિકો દ્વારા પ્રદર્શન કરવામાં આવેલ જેમાંથી શ્રેષ્ઠ ક્રુતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે. આ તકે જશાભાઈ બારડે પોતાના પ્રાસંગિક પ્રવચન માં જણાવેલ કે વિધાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિધાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવાય અને એ હેતુથી બાળ વેજ્ઞાનિકો તૈયાર થાય, આજના યુગમાં વધતાં જતાં પર્યાવરણ સમસ્યાઓનું નિવારણ થાય અને લોકો જાગૃત થાય તે અંગે બાળ- પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવે છે. દરેક શાળાના બાળ વૈજ્ઞાનિકો પોતાની ક્રુતિ રજૂ કરે છે અને ઊતરોતર પ્રગતિ મેળવી તાલુકા કક્ષાએ થી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ થી રાજ્ય કક્ષાએ પહોંચે તેવી તમામ બાળ વૈજ્ઞાનિકોને મારી હ્રદય થી હાર્દિક શુભેછા. આ પ્રસંગે સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વડાંગર , ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલિપભાઈ બારડ, સુત્રાપાડા નગરપાલિકા ના ઉપપ્રમુખ નરેશભાઈ કામળીયા, નગરપાલિકા ના સભ્યો કાળાભાઈ બારડ , અરશીભાઈ બારડ , જેસિંગભાઈ મોરિ, શાળાના આચાર્ય જાેશી સાહેબ, ગોરખમઢી ના પ્રિન્સિપાલ દેવેન્દ્રભાઈ સોલંકી , માધ્યમિક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરિ , કોલેજના આચાર્ય પાઠક સાહેબ,ર્ડો. કરગઠીયા જુદી જુદી શાળા માથી આવેલા વિજ્ઞાન શીક્ષકો હાજર રહ્યા હતા અને વિધાર્થીઓ દ્વારા રજૂ કરેલ કૃતિ સર્વે મહેમાનોએ નિહાળી અને પ્રોત્સાહન આપેલ. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પિયુષભાઈ કાછેલા એ કરેલ હતુ.

error: Content is protected !!