ગીર સોમનાથ જીલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સહીતની ૧૦ ટીમો દ્વારા જીલ્લામાં આવેલા સ્પા, કોમ્બ્રિયલ બિલ્ડીંગ, હોટલમાં દેહ વ્યાપારની પ્રવૃતિ અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ જેમાં કોઇ ગેરકાયદેસર જણાયેલ નહી અને આ ચેક કરવાની પ્રવૃતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેનાર છે.
રાજયમાં સ્પા, કોમ્બ્રિયલ બિલ્ડીંગ, હોટલમાં થતીદેહ વ્યાપારની પ્રવૃતિ રોકવા તેમજ ઝીરો ટોલરન્સની નીતી દાખવી કડક કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિર્દેશકની સુચના અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં ચાલતા તમામ સ્પા, કોમ્બ્રિયલ બિલ્ડીંગ, ફાર્મ હાઉસ, રીસોર્ટ તથા ગેસ્ટ હાઉસ, હોટલોનું સઘન ચેકીંગ કરવા અને ગેરકાયદેસર જણાયેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત ૧૦ અધિકારી, ૫૦ સ્ટાફ એમ કુલ ૧૦ ટીમો બનાવી એકી સાથે અલગ અલગ જગ્યાએ ચાલતા સ્પા – ૦૮, ફાર્મ હાઉસ-૦૫, રીસોર્ટ-૦૧, ગેસ્ટ હાઉસ-૦૩, હોટલ-૦૪ એમ કુલ – ૨૧ જગ્યાઓ ચેક કરવામાં આવેલ અને તેઓના સંચાલકોને તેમજ રજીસ્ટરો ચેક કરતા દેહ વ્યાપાર લગત કોઇ ગેરકાયદેસર જણાયેલ નહી અને
આ ચેક કરવાની પ્રવૃતિ ખાસ ઝુંબેશ રૂપે ભવિષ્યમાં પણ ચાલુ રહેનાર છે.