ગુજરાતમાં ફિશરીઝ વિભાગમાં જરૂરી એવી ૨૩૦ જગ્યાઓ ખાલી હોય તેમાં ફિશરીઝ કોલેજના ડિગ્રી ધારકોને અગ્રતા આપી સત્વરે ભરતી કરો

0

છેલ્લા બે દસકામાં ગુજરાતના લાંબા દરિયાકિનારે મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ વેગવંતી રીતે વિકસી રહી છે એવા સમયે ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગમાં જુદી જુદી અધિકારીઓની ૨૩૦ જગ્યાઓ ખાલી હોય જેના ઉપર ફિશરીઝ કોલેજમાંથી સ્નાતક સહિતની પદવી મેળવતા વિદ્યાર્થીઓની સત્વરે ભરતી કરવા અંગે તથા ફિશરીઝ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અંગે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસો.ના હોદેદારોએ કેબિનેટ મંત્રી તથા મત્સ્યોદ્યોગ કમિશ્નરને રૂબરૂ મળી લેખિત રજુઆત પાઠવી માંગણી કરી છે.
ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસો.ના પ્રમુખ ધવલ જુંગી સહિતનાએ ફિશરીઝ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગર ખાતે મંત્રી રાઘવજી પટેલ, કમિશ્નર નિતીન સાંગવાનની રૂબરૂ મુલાકાત લઈ વિસ્તૃત રજુઆત કરી હતી. જેમાં જણાવેલ કે, એક તરફ ગુજરાત સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. અહીં સંપૂર્ણ દરિયાઇ પટ્ટીનો વિસ્તાર માછીમારી ઉદ્યોગ પર નભે છે. આ ઉદ્યોગ માટે જરૂરી વેપારી માટેના લાઇસન્સ, બોટોના લાઇસન્સ કોલ વેરીફીકેશન, ડીઝલ કાર્ડ, સબસિડી ચુકવણી જેવી તમામ કામગીરી ફિશરીઝ વિભાગની કચેરી કરે છે. જેથી રાજ્યના લાખો માછીમારો માટે આ કચેરી અત્યંત મહત્વની હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યમાં મોટાભાગની ફિશરીઝ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાથી તેમનું કામ કાજ માત્ર ગાર્ડ થકી ચલાવવામાં આવે છે. જેના લીધે માછીમારોના કામો સમયસર ન થતા હોવાથી હાલાકી ભોગવવી પડે છે.
અમારી જાણ મુજબ હાલ રાજ્યમાં મત્સ્યોદ્યોગ અધિકારીની ૧૦૦, મત્સ્યોદ્યોગના મદદનીશ અધિક્ષકની ૯૦ જગ્યાઓ, મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની ૧૦ જગ્યાઓ અને મત્સ્યોદ્યોગ અધિક્ષકની ૩૦ જગ્યાઓ મળી કુલ ૨૩૦ જેટલી જરૂરી અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. છેલ્લે ૨૦૧૭ માં ભરતી થયા બાદ કોઈ થઈ નથી. આ ભરતીઓ એટલે ભરવી જરૂરી છે કેમ કે, એકવાકલ્ચર અને આંતરદેશીય મત્સ્યોદ્યોગના મહત્તમ વિકાસ માટે, દરિયાઈ મત્સ્યોદ્યોગ સંસાધનોનું સંચાલન કરવા, વિવિધ મત્સ્યોદ્યોગ સ્કીમનું ગામડાનાં સ્તર સુધી અમલીકરણ અને દેખરેખ, પ્રોસેસિંગ ક્ષેત્રમાં માછલી નિકાસની ગુણવત્તા વધારવા માટે ઉપરોક્ત હોદ્દાની જગ્યાઓ ભરેલી હોવી જરૂરી છે.
વધુમાં રાજ્યની સૌપ્રથમ એવી ફિશરીઝ કોલેજની સ્થાપના વેરાવળમાં વર્ષ ૧૯૯૧-૯૨ માં કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી અને માછીમાર સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અન્ય બે કોલેજાે નવસારી અને હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવી હતી.આ કોલેજાેમાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી સુધીનો અભ્યાસ ક્રમ ચાલે છે. કોલેજની સ્થાપના કાળથી હાલ સુધીમાં કુલ ૬૭૭ વિદ્યાર્થીઓએ મત્સ્ય વિજ્ઞાનમાં સ્નાતક, ૧૬૮ વિદ્યાર્થીઓ અનુસ્નાતક અને ૩૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે. હાલમાં કોલેજમાં પ્રતિ વર્ષ સ્નાતક કક્ષાએ ૭૫ તથા અનુસ્નાતક ૩૦ અને પીએચ.ડી. કક્ષાએ ૧૦ જેટલા વિદ્યાર્થીઓની ઇન્ટેક થાય છે. હાલ કોલેજમાં આશરે ૩૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં લઘુતમ માપદંડ તરીકે ફક્ત મ્હ્લજીઝ્ર તથા તમામ વર્ગની ભરતીમાં ન્યૂનતમ પાત્રતા તરીકે ફક્ત સ્નાતક ડિગ્રી વાળાને અગ્રતા આપવા અંગે વિદ્યાર્થીઓ વતી રજુઆત કરવામાં આવી હોવાનું જણાવેલ છે.

error: Content is protected !!