માંગરોળમાં પૌરાણિક ભવાની મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબીનો રંગ જામ્યો

0

જૂનાગઢના માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિપૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોની પરંપરાગત રીતે પ્રાચીન ગરબી આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ પ્રાચીન ભવાની ગરબીનો રંગ જામ્યો છે. દરરોજ નાની બાળાઓ હસ્તે માતાજીની આરતીથી ગરબા શરૂઆત કરી પ્રાચીન-અર્વાચીન ગરબા ગાયક કલાકારોના મધુર સ્વર અને સંગીતના તાલે તમામ નાની મોટી બાળાઓ, બહેનો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. માંગરોળના આ અતિપ્રાચીન રાજાશાહી વખતના આ સ્થાન ઉપર શ્રીભવાની માતાજી બિરાજમાન છે જેમાં લોકોને પણ ખુબ જ શ્રદ્ધા અને આસ્થા છે. નવરાત્રી દરમ્યાન હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડતા હોય છે. દર વર્ષે જયભવાની ગરબી મંડળ દ્વારા બાળાઓ પાસે કોઈ પણ ફી લીધા વગર પ્રાચીન ગરબીનો સુંદર આયોજન કરાય છે તેમજ દાતાઓના સહયોગથી બાળાઓને દરરોજ અલગ-અલગ નાસ્તો પ્રસાદી અને દશેરાના દિવસે બાળાઓ બહેનોને લાણીરૂપે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ગરબીમાં જાણીતા ઉદઘોષક હિતેનદ્રભાઇ જાની છેલ્લા લગભગ ૩૦ વર્ષથી સેવા આપે છે અને ગરબીના સમગ્ર આયોજનને સફળ બનાવવા ભવાની ગરબી મંડળના પ્રમુખ જયેશભાઈ પરમાર સહિત તેમની ટીમના સેવાભાવી સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવી માંશક્તિના આરધના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!