જૂનાગઢમાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ભવ્ય રાસોત્સવનું આયોજન

0

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.ર૩-૧૦-ર૦ર૩ને સોમવારના સાંજના ૪ થી ૭ દરમ્યાન ભવ્ય રાસોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સ્વામીનારાયણ મહિલા મંદિર(ટીંબાવાડી) દ્વારા આયોજીત ભવ્ય રાસોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો જયાં બિરાજમાન છે તેવા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ચેરમેન દેવનંદન સ્વામી, કોઠારી પૂજય પ્રેમસ્વરૂપદાસજી તથા પૂજય પી.પી. સ્વામી સહિતના સંતોના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો સતત કરવામાં આવી રહ્યા છે. દુર દુરથી આવનારા ભાવિકોને માટે પ્રસાદ-ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર પૂનમે અહીં ભાવિકોનો મોટો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડતો હોય છે અને દેવાના દર્શન કરી ભાવવિભોર બને છે.

error: Content is protected !!