કેશોદ : દરવાજાના ફિટીંગના પૈસા લેવા પ્રશ્ને હુમલો : ત્રણ સામે ફરિયાદ

0

કેશોદમાં સુતારવાવ સોનીબજાર, પાલા પારસ જવેલર્સમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે. આ બનાવ અંગે કોયલાણા લાઠીયા ગામ વાડી વિસ્તારમાં રહેતા અમિતભાઈ આંબાભાઈ ચાંડેગરા(ઉ.વ.૪ર)એ પ્રકાશભાઈ પાલા, જલ્પેશભાઈ પાલા, મહેન્દ્રભાઈ વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આ કામના આરોપી નં-૧ની પાલા પારસ જવેલર્સમાં કાચના દરવાજાના ફીટીંગ કામના બાકી રહેતા રૂપીયા લેવા જતા આરોપી નં-૧નાઓએ ફરિયાદીને વ્યવસ્થીત દરવાજાે ફીટ કરી આપવાનું કહી બાદ ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી તથા આરોપી નં-રને ફોન કરી બોલાવતા આરોપી નં-ર, ૩નાઓ આવી જતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી ભુડી ગાળો બોલી આરોપી નં-૧નાઓએ હથોડી વડે તથા આરોપી નં-૩નાઓએ તેઓની પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માર મારવાની કોશીષ કરી બાદ આ કામના ત્રણેય આરોપીઓએ દુકાન બહાર ફરિયાદી તથા સાહેદને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી આરોપી નં-૧નાઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!