જૂનાગઢના વણઝારી ચોકમાં પ્રાચિન ગરબી થાય છેે. આ ગરબીમાં આવતીકાલે શનિવારે સ્કેટિંગ રાસ રજૂ થશેે ૫ થી ૧૫ વર્ષના ૨૯ છોકરા છોકરીઓ આ માટે ૧૫ દિવસથી તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યા છે. શનિવારે રાત્રિના ૧૦ વાગ્યે વણઝારી ચોકની પ્રાચિન ગરબીમાં સ્કેટિંગ રાસ રજૂ કરશે. આમાં ૫ વર્ષથી લઇને ૧૫ વર્ષ સુધીના નાના બાળકો દિલધડક રાસ રજૂ કરશે. ખાસ કરીને ૫ વર્ષના બાળક પાસે સામાન્ય રાસ તૈયાર કરાવવો પણ અત્યંત મહેનત માંગી લેતું કામ છે. ત્યારે અહિં તો રાસ તૈયાર કરાવવો અને તે પણ સ્કેટિંગ ઉપર. આ માટે બાળકોને કિર્તીબેન ધાનાણી તાલીમ આપી રહ્યા છે. હાલમાં છેલ્લા ૧પ દિવસથી આ પ્રેકટિસ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઈને ઈન્જરી થઈ નથી. સેઈફલી ટ્રેઈનીંગ અપાય છે. ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ખુલ્લા વિશાળ પ્લોટમાં બાળકોને દરરોજ સાંજના ૬ થી ૮ સુધી તાલીમ અપાય છે. જાેકે, બાળકોમાં નાની વયમાં આટલું ટેલેન્ટ છે પરંતુ તે વધુ પોતાનું ટેલેન્ટ બતાવી શકે તેવી તાલીમ માટે પ્રોપર જગ્યા નથી.