જૂનાગઢમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. પિયુષ બોરખતરીયાની વધુ એક સિધ્ધી : ગુજરાતના રિપ્રેઝેન્ટેટીવ તરીકે વરણી

0

નાગપુર ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની કોન્ફરન્સમાં નિર્ણય : અભિનંદનની વર્ષા

તાજેતરમાં નાગપુર ખાતે ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની એક મહત્વની કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને જેમાં જૂનાગઢના જાણીતા ડો. પિયુષ બોરખતરીયા(સ્કીન સ્પેશ્યાલીસ્ટ, ચાંમડીના નિષ્ણાંત)ની સેન્ટ્રલ કાઉન્સીલમાં મેમ્બર તરીકે તેમજ ગુજરાતના રિપ્રેઝેન્ટેટીવ તરીકે વરણી કરવામાં આવતા તેઓની આ નિમણુંકને સર્વત્ર વધાવી લેવામાં આવી છે. એટલું જ નહી નાની ઉંમરે ડો. પિયુષ બોરખતરીયાએ જે સિધ્ધી પ્રાપ્ત કરી છે તે જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે અને તેઓને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. ગુજરાતનું સૌથી મોટું સ્કીન હેર લેસર કિલનિક જૂનાગઢના આંગણે કાર્યરત છે. એસ્થે કાયા કલ્પ સ્કીન, હેર, લેસર અને હેરટ્રાન્સપ્લાન્ટ કિલનિકનું નામ આજે સર્વત્ર ગુંજી રહ્યું છે. આ કિલનિકના હેડ ડો. પિયુષ બી. બોરખતરીયા(એમડી(સ્કીન) એન્ડ વીડી) તેમજ ડો. મિતલ પી. બોરખતરીયા(એમબી ડીસીપી)ના માર્ગદર્શન હેઠળ ચામડીને લગતા તમામ પ્રકારના રોગોની સફળ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. ખીલ જેવી સમસ્યાથી છુટકારો, ટાલ જેવી સમસ્યાથી છુટકારો, અણગમતા વાળથી છુટકારો, મોઢાની કાળાશ, દાઝેલા અને બળેલા ચહેરાની સર્જરી સહિતના સફળ ઉપચારો થઈ રહ્યા છે. ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર ગોલ્ડન ટ્રેડ સેન્ટર પાસે એસ્થે કાયા કલ્પ કિલનિક આવેલું છે. તાજેતરમાં જ દેશના ઔદ્યોગિક ક્ષેત્રના ટાઈકુન અંબાણી પરિવારના રાધીકા મર્ચન્ટે એક મુલાકાત લીધી હતી અને અદ્યતન ટેકનોલોજીથી ખુબ જ પ્રભાવિત થયા હતા. દરમ્યાન તાજેતરમાં નાગપુર ખાતે ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને ગુજરાતમાંથી પાંચ ડોકટરોને આમંત્રણ આપવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢના ડો. પિયુષ બોરખતરીયાનો સમાવેશ થતો હતો. આ કોન્ફરન્સમાં ૧પ૦૦ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ડો. પિયુષ બોરખતરીયાનું લેકચર અને વર્કશોપ યોજાયો હતો. એક ટીચર એકસપર્ટ તરીકે તેઓએ પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું અને એટલું જ નહી લેસર જેવી લેટેસ્ટ ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મોઢા ઉપરના ખીલ, કાળાશ, દાઝેલાની સારવાર વિગેરે બાબતે કેવી રીતે સારવાર કરી શકાય તે અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. એટલું જ નહી અદ્યતન મશીનરીથી કઈ રીતે સારવાર શકય બને છે તે અંગે પણ દર્શાવવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયાના ટોચના ૧પ૦૦ તબીબોની વચ્ચે ગુજરાતના તેમાંય ખાસ કરીને જૂનાગઢના ડો. પિયુષ બોરખતરીયાને આ કોન્ફરન્સમાં સ્થાન મળ્યું અને તે પણ નિષ્ણાંત તરીકે તે ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ સાથે જ સેન્ટ્રલ કાઉન્સીલના મેમ્બર તરીકે પણ માન ભર્યું સ્થાન આપવામાં આવેલ છે અને એનાથી આગળ જતા ગુજરાતના રિપ્રેઝેન્ટેટીવ તરીકે તેઓની નિમણુંક થતા એ જૂનાગઢ માટે ગૌરવની બાબત છે અને ડો. પિયુષ બોરખતરીયાની આ ઝળહળતી સિધ્ધીને કારણે તેમની યશ કલગીમાં વધુ એક પીછું ઉમરાયું છે.

error: Content is protected !!