આવતીકાલે હવનાષ્ટમી માતાજીના હવનનો દિવસ નિવેદ્ય દિવસ

0

તા.૨૨ આસો સુદ આઠમને રવિવારે હવનાષ્ટમી એટલે કે મહાઅષ્ટમી આ દિવસે ભદ્રકાળી દેવીએ દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. બીજી એક કથા પ્રમાણે નારદમુનિ રામ લક્ષ્મણને કહે છે કોઇપણ શુભકાર્યમાં વિજય મેળવવો હોય તો આસો નવરાત્રીનું વ્રત કરવુ અને પુરાણમાં પણ વ્રતનો ઉલ્લેખ છે . નારદમુનિ રામચંદ્ર ભગવાનને કહે છે કે નવરાત્રીના નવ દિવસ સુધી ઉપવાસ કરવા અને માતાજીની ઉપાસના કરવી. જપ કરવા અને હવન કરવો . આમ કરવાથી જ અસુરોનો સંહાર શક્ય બનશે. હવનાષ્ટમીના દિવસે માતાજીનું વિશેષ પૂજન કરવું જાેઇએ. આ દિવસે પોતાના કુળદેવી અને જ્ઞાતિના દેવીને નૈવેદ્ય અર્પણ કરે છે જેથી આખું વર્ષ શાંતિથી પસાર થાય અને કુટુંબની માતાજી રક્ષા કરે. આ દિવસે કરેલ હવન નૈવેદ્ય માતાજીની પુજા, ગરબા, ઉપાસના, જપ નું તુરંત ફળ આપનાર બને છે. કુળદેવીની ઉપાસના કરવી પણ આ દિવસે ઉત્તમ છે.
આ દિવસ સિદ્ધિ માટેનો છે શ્રી રામચંદ્ર ભગવાને પણ આ નવરાત્રીનું વ્રત અનુષ્ઠાન કરી અને હવનાષ્ટમી ના દિવસે હવન કરી માતાજીને પ્રસન્ન કરી અને રાવણને મારવા માટેની શક્તિ મેળવેલી એટલે કે આશીર્વાદ મેળવેલા આ માટે દિવસ અત્યંત ઉત્તમ અને પવિત્ર છે અને સિદ્ધિદાયક છે આથી આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય પૂજા જપ સિદ્ધ બને છે.
આઠમું નોરતું નવદુર્ગા માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા થાય છે.
માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમા બીરાજે છે. માતાજીને ચાર હાથોમા જમણા હાથમા વરદાન મુદ્રા છે તથા ત્રિશુળ છે . ડાબી બાજુના હાથોમા ડમરૂ અને અભય મુદ્રા છે . મહાગૌરી માતાજીની પૂજાની ઉપાસના નવરાત્રિના આઠમા નોરતે થાય છે.માતાજીની ઉપાસના કરવાથી અમોધ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભક્તોનું કલ્યાણ થાય છે . સાથે પાછલા જન્મો મા કરેલા પાપો નો પણ ક્ષય થાય છે . માતાજીની કૃપાથી અલોંકીક સિધ્ધિ ની પ્રાપ્તી થાય છે . જે મનુષ્ય માતાજીની ભક્તિ ભાવથી પૂજા કરે છે તેમને માતાજી વરદાન આપે છે અને તેમની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે . આમ નવરાત્રીમાં હવાનાષ્ટામી નો મહત્વ અનેક ગણુ છે નવરાત્રીના આઠમા દિવસે નાની બાળાઓને ભોજન કરાવવું અને ત્યારબાદ ભેટ આપવી ઉત્તમ ફળ આપનાર બને છે આ દિવસે ઘણી જગ્યાએ માતાજી નો હવન પણ કરવા મા આવશે.

error: Content is protected !!