જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યયાય અને મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી

0

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રભૂમિ દૈનીકના તંત્રી અભિજીત ઉપાધ્યાય તેમજ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી તેમજ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને આરતીનો લ્હાવો લીધો હતો.
જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગરબી છેલ્લા ૬પ વર્ષથી કરવામાં આવે છે. લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી તેમજ જગદીશભાઈ વસાવડા અને ડાયાભાઈ દરજી તેમજ રાજયગુરૂએ ગરબીનું સ્થાપન કરેલ છે. આ ગરબીમાં ૩૦૦થી ૩૧પ જેટલી બાળાઓ રાસ રમે છે. અને બાળાઓ પાસેથી ટોકન ફી એક રૂપિયો લેવામાં આવે છે. તેમજ બહારનાં વિસ્તારની બાળાઓ પાસેથી રૂા. ૧૦૧ ફાળા પેટે લેવામાં આવે છે. આ ગરબી મંડળનું સંચાલન ર૦૦૦ની સાલથી ગાંધીગ્રામ ગરબી મંડળ સંભાળી રહેલ છે. સર્વશ્રી વીરાભાઈ મોરી, મહેશભાઈ દવે, નાથાભાઈ આહીર, ડાયાભાઈ મોરી, કેતનભાઈ બામરોટીયા, મેહુલભાઈ કોઠારી, મનસુખભાઈ હડીયલ, ભાવેશભાઈ મોરી, શાહરૂખભાઈ મકવાણા, મેણસીભાઈ વાજા, મજીદભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ શાહ, નવનીતભાઈ માંડલીયા, મીતભાઈ કોડીયાતર, યુવા કાર્યકર્તાઓ યશભાઈ જાેટાણીયા, ક્રીસભાઈ ચૌહાણ, યશરાજભાઈ ગઢવી વગેરે સેવા આપે છે. જયારે કાર્યકર્તા બહેનોમાં કુસુમબેન મહેતા, બંસીબેન નંદાણીયા, કોમલબેન બામરોટીયા, શીતલબેન મોરી, પુરીબેન કરમટા, હીનાબેન કરમટા, સોનલબેન માળી, વૃંદાબેન ત્રિવેદી વગેરે સેવા આપે છે. જયારે કલાકારો તરીકે મુકેશભાઈ બારોટ, દિવાબેન લાંબા, આયુષભાઈ ડાભી અને ઓરકેસ્ટ્રામાં ભીખુભાઈ ઢોલી, માઈક નિલેશભાઈ મિસ્ત્રી, મંડપ સર્વિસ, ખીમભાઈ સોમાઈ મંડપ સર્વિસ વગેરે સેવા આપે છે. ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સહયોગ સાથે ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકર્તાઓ દ્વારા શકિતની આરાધનાના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ગરબી મંડળની મુલાકાતે મહાનુભાવો તેમજ પદાધિકારીઓ આવી રહયા છે અને ગરબી મંડળની સુંદર વ્યવસ્થા અને ભાવભક્તિભર્યુ વાતાવરણની નિહાળી પ્રભાવિત થઈ રહયા છે. અહીં ગરબે ઘુમતી બાળાઓ દ્વારા લેવાતા રાસ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

error: Content is protected !!