જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાની નામદાર કોર્ટના હુકમ મુજબ મિલ્કત જપ્ત કરાઈ

0

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાની મિલ્કતોને જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લાના પ્રોહી બુટલેગર ધીરેન અમ્રુતલાલ કારીયા રહે.જૂનાગઢવાળા વિરૂધ્ધમાં બાંટવા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૬૨૨૦૧૬૪/૨૦૨૨ પ્રોહી.ક. ૬૫એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તથા આઇ.પી.સી. ક.૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબનો ગુન્હો ગઇ તા.૧૮-૯-૨૦૨૨ના રોજ દાખલ થયેલ હોય અને ગુન્હો દાખલ થયા બાદ આરોપી નાસતો ફરતો હોય જે આરોપીની તપાસ કરતા મળી આવતો ન હોય જેથી તપાસ અધિકારી જે.જે.પટેલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા આરોપી વિરૂધ્ધ નામદાર માણાવદર કોર્ટમાં આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૮૨ની કાર્યવાહી કરવા રીપોર્ટ કરેલ હોય જે આધારે નામદાર કોર્ટ દ્વાર આરોપી વિરૂધ્ધમાં સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબનું હાજર થવા સારૂ ફરારી જાહેરનામું ઇસ્યુ કરેલ હોય તેમ છતાં હાજર ન થતા નામદાર કોર્ટને સી.આર.પી.સી. ૮૩ મુજબની કાર્યવાહી થવા સારૂ રીપોર્ટ કરતા નામદાર માણાવદર કોર્ટ દ્વારા આરોપીની સ્થાવર મિલ્કત જપ્ત કરવા સારૂ કલેકટર જૂનાગઢને તથા જંગમ મિલ્કત જપ્ત કરવા માટે પોલીસ ઇન્સપેકટર ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢને ગઇ તા.૧૯-૧૦-૨૦૨૩ના રોજ હુકમ કરેલ હોય જે હુકમ આધારે પો.ઇ. જે.જે.પટેલ અને ટીમ દ્વારા આરોપીના વાહન(૧) રજી.નં. જીજે-૧૧-બીએચ-૬૬૪૬ (૨) જીજે-૧૧-બીજી-૪૯૮૦ કિ.રૂા.૭,૩૦,૦૦૦/- જપ્ત કરવામાં આવેલ છે. તેમજ કલેકટર જૂનાગઢ દ્વારા મામલદાર જૂનાગઢને હુકમ કરતા આરોપીનું રહેણાંક મકાન જૂનાગઢ રાયજીનગર નોબલ પ્લેટીનીયમ એપાર્ટમેન્ટ ખાતે આવેલ બ્લોક નં. બી-૩૦૩ નો તથા જૂનાગઢ ખામધ્રોળ રોડ ઉપર આવેલ રામનિકેતન ખાતે આવેલ પ્લોટ-૦૪ કિ.રૂા.૧,૭૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૧,૮૨,૩૦,૦૦૦ની મિલ્કત જપ્ત કરવામાં આવેલ છે.

error: Content is protected !!