જૂનાગઢના જાેષીપરામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કેસમાં આરોપીને રાઉન્ડઅપ કરતી પોલીસ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે જાેષીપરા વિસ્તારમાં એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો અને હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણને રાઉન્ડઅપ કરી તેમની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢ શહેરના જાેષીપરા વિસ્તારમાં દિન દહાડે છરીના પ થી ૭ ઘા મારી યુવાનની હત્યા કરવામાં આવતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી છે. નવરાત્રીના પાવન પર્વમાં જ હત્યાની ઘટનાથી નવરાત્રી રકતરંજીત બની છે. જાેકે, પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. કોઈ જુની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના ઓઘડનગર વિસ્તારમાં રહેતા અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા ૩પ વર્ષિય યુવક રામા નગાભાઈ રાઠોડ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરેથી બાઈક ઉપર જઈ રહ્યા હતા. રામા રાઠોડ જાેષીપરા નજીક આવેલા હનુમાનપરા વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યો અચાનક આવી ચડેલા સુધીર ધીરૂભાઈ પરમાર નામના આરોપીએ રામા રાઠોડની બાઈકને રોકી તેના ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. સુધીર પરમારે ઉપરા છાપરી પ થી ૭ જેટલા છરીના ઘા મારી દેતા રામા રાઠોડ રસ્તા ઉપર જ ઢળી પડયા હતા. ઘટનાની જાણ થતા ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, બી ડીવીઝન પીઆઈ નિરવ શાહ અને પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. યુવાન ઉપર સરાજાહેર હુમલો થયાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં યુવકને સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ ઉપરના તબીબોએ રામા રાઠોડને મૃત જાહેર કર્યો હતો. યુવાનની હત્યાની જાણ થતા મૃતકના સગા, સંબંધીઓ, પરિવારજનો સિવીલ હોસ્પિટલે દોડી ગયા હતા. યુવાનની હત્યાથી તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જયારે હત્યાની ઘટના બાદ કોઈ અન્ય બનાવ ન બને તે માટે સિવીલ હોસ્પિટલે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. બાદમાં પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીને જાેષીપરા વિસ્તારમાંથી જ ઝડપી લેવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જુની અદાવતમાં હત્યા કરાયાનું ખુલવા પામ્યું છે. દરમ્યાન કોન્ટ્રાકટર યુવાનની હત્યાના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ એંગલથી તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં વધુ બે આરોપી સાગર રાઠોડ અને જયદીપ દાફડાના નામ ખુલ્યા છે અને આ શખ્સોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!