ખંભાળિયાના ભીંડા ગામે મુખ્ય પ્રવેશ દ્વારનો શુક્રવારે લોકાર્પણ કાર્યક્રમ

0

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે આગામી શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભીંડા ગામના સ્થાપક સ્વ. બોઘાભાઈ દેશુરભાઈ ચાવડાના નામથી ગામના મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ આગામી શુક્રવાર તારીખ ૨૭મી ના રોજ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ઉદ્‌ઘાટક તરીકે દ્વારકા આહીર સમાજના ગાદીપતિ પૂજ્ય શ્રી જીવણનાથ બાપુ તથા ચાવડા પરિવારના મોભી શ્રી નારણભાઈ વેજાણંદભાઈ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં સવારે ૯ વાગ્યે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે ૫ વાગ્યે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ તથા સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી ભોજન સમારંભના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.આ ઉપરાંત ભીંડા ગામની આહીર સમાજની વાડી ખાતે રાત્રે ૧૦ વાગ્યે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી, રાહુલગીરી ગોસ્વામી પ્રવીણભાઈ આહીર, લાલાભાઈ સાજીંદા ગ્રુપ દ્વારા ભજન-ધૂનની રમઝટ બોલાવવામાં આવશે.

error: Content is protected !!