જૂનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના રાસોત્સવમાં કિંગ વિમલ શીલુ અને કવીન ભાગ્યશ્રી દવે

0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જીલ્લા અને મહાનગરના ઉપક્રમે મહિલા પાંખ દ્વારા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ક્રિષ્ના ફાર્મમાં બ્રહ્મ રાસોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં કિંગ તરીકે શીલુ વિમલ ડી. અને કવીન તરીકે ભાગ્યશ્રી દવેએ મેદાન માર્યું હતું. આ કિંગને ઈનામ વિતરણ કરતા જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, શહેર પ્રમુખ મેહુલ દવે, કાર્તિક ભટ્ટ, કિરણ પુરોહિત, ભરતભાઈ લખલાણી, પુર્વ ડે. મેયર હિમાન્સુ પંડયા, મુકેશ મહેતા, રવિ ઠાકર, શાસ્ત્રી નરેન્દ્ર જાેષી, દિપકભાઈ તેમજ પુરોહિત વગેરે તેમજ કિંગ અને કવીન તસ્વીરમાં નજરે પડે છે. આ નવરાત્રી રાસોત્સવને સફળ બનાવવા પ્રફુલભાઈ ત્રિવેદી તેમજ મેહુલ દવે અને મહિલા પાંખના પ્રમુખ રૂપલબેન લખલાણી અને તેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!