શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ખાતે આવતીકાલે શરદોત્સવ

0

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજતા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવોના સાનિધ્યમાં આવતીકાલ તા.ર૭-૧૦-ર૦ર૩ શુક્રવારના રોજ રાત્રે ૯ થી ૧૧ દરમ્યાન શરદોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી લીમડા ચોક ડાંડીયારાસ ગ્રુપ માળીયા હાટીનાની રાસ મંડળીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શ્રી રાધારમણ દેવ વહિવટી સમિતિ જૂનાગઢ વતી આ કાર્યક્રમનું આયોજન થયું છે. ચેરમેન શ્રી કોઠારી સ્વામી દેવનંદનદાસજી, શાસ્ત્રી મુખ્ય કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી તેમજ કોઠારી શ્રી પી.પી. સ્વામી ટ્રસ્ટી મંડળ અને સેવકગણ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. શ્રી રાધારમણ દેવ વહિવટી સમિતિ જૂનાગઢ દ્વારા હરીભકતોને આ કાર્યક્રમનો લ્હાવો લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ હોવાનું પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!