જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષ નિલેષ જાજડીયાની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા રન ફોર જૂનાગઢ કાર્યક્રમનું આયોજન
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એનડીપીએસ)ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા યુવા પેઢીને નશાના ચુંગાલમાંથી બચાવવવા આવાનશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીકાયદેસરની કાર્યવાહી કરવા તથા સાયબર ક્રાઇમના વધતા જતાં બનાવોને ધ્યાને લઇ આવા ગુનાઓ બનતા અટકાવવા લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા તથા આવા બનાવોમાં લોકોએ ગુમાવેલ નાણાં રિફંડ થાય તે માટે ખાસ સુચના આપેલ જે અન્વયે જુનાગઢ જીલ્લા પોલીસ દ્વારા આગામી તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ જુનાગઢ કૃષી યુનીવર્સીટી ખાતે ૫- કીલોમીટર ફન રન તથા ૧૦-કીલોમીટર કોમપીટીશન રન વિગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો હેતુ નાર્કોટિકસ અને અન્ય પ્રકારના નશાકારક પદાર્થ જે શારીરિક, માનસિક તથા આર્થિક રીતે પરેશાન કરે છે તેવી આપણી યુવા પેઠીને નાર્કોટીક્સ ડ્રગ્સ તથા સાયબર ક્રાઇમ અવેરનેશ માટે જાગૃતી લાવવાનો છે.
રન ફોર જુનાગઢ ફર્સ્ટ ટાઈમ ઇન જુનાગઢ (નાઇટ રન) તા.૪-૧૧ના સાંજે ૦૫ કલાકે થી ૦૬ કલાકે રનર્સ તથા જાહેર જનતાંનું આગમન થશે સાંજે ૦૬ કલાક થી રન ફોર જૂનાગઢ કાર્યક્રમની શરૂઆત થશે. રાત્રે ૧૦-કલાકે રન ફોર જુનાગઢનુ સમાપન થશે નાર્કોટિકસ અને અન્ય પ્રકારના નશાકારક પદાર્થ જે શારીરિક, માનસિક તથા આર્થિક રીતે પરેશાન કરે છે તેવી આપણી યુવા પેઠીને નાર્કોટીક્સ ડ્રગ્સ તથા સાયબર ક્રાઇમ અવેરનેશ માટે જાગૃતી લાવવા હેતુ છે.
રન કેટેગરીમાં ૫ કિલોમીટર ફન રન (જેમાં કોઇ ઇનામ આપવામાં આવશે નહિં પરંતુ ટીશર્ટ આપવામાં આવશે) ૧૦ કિલોમીટર કોમ્પિટિશન રન યોજાશે. જેમાં વિજેતાને મેડલ, ટીશર્ટ, પ્રાઇઝ મની, સર્ટીફીકેટ આપવામાં આવશે.
સાથોસાથ કલ્ચર કાર્યક્રમ પણ રાખેલ છે જેમાં અલગ-અલગ કલાકારો થકી મનોરંજન કરવામાં આવશે જેથી લોકો માં રન ફોર જુનાગઢ માટે ઉત્સાહ જળવાય રહે.
રન ફોર જુનાગઢમાં ૫-કિ.મી. થી ૧૦-કિ.મી. ના રુટમાં ૧૨- થી પણ વધારે સ્ટેજ બનાવવામાં આવશે જે સ્ટેજમાં અલગ અલગ પ્રકાર ના બેન્ડ જેમ કે પોલિસ બેન્ડ કોસ્ટગાર્ડ, બેન્ડ, કલ્ચરલ નૃત્ય, તથા ડીજે તથા અલગ અલગ પ્રકારના કલ્ચર પ્રોગ્રામ અલગ અલગ સ્ટેજ પર કરવામાં આવશે જેથી જાહેર જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળે. ૧૫થી પણ વધારે હાઈડ્રેશ,પાણીના પોઈન્ટ રાખવામાં આવેલ છે. રૂટ પર જરૂરી મેડિકલ ફેસેલિટી તથા એમ્બ્યુલન્સ તથા ફિજિયોથેરાપીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ૧૦ કિલોમોટરમાં વિજેતા થનારને મેડલ્સ તથા ઈનામ વિતરણ પણ કરવામાં આવશે.
જૂનાગઢની અલગ-અલગ સંસ્થા દ્વારા પણ સપોર્ટ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફ્લેગ માર્ચ માટે ઘણા મહેમાનો પણ ઉપસ્થિત રહેશે.
એસપી જૂનાગઢની કચેરીના વિવિધ સોશ્યલ મીડીયા એકાઉન્ટ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામવિગેરે મારફતે પોસ્ટ બનાવી પ્રચાર કરવામાં આવી રહેલ છે. તેમજ નવરાત્રી દરમ્યાન અલગ-અલગ ગરબાના આયજન સ્થળોએ બેનર,હોડીગ્સ બનાવી પ્રચાર કરવામાં આવી રહેલ છે. તેમજ પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ છે.
જુનાગઢ જીલ્લા પોલીસ દ્રારા તમામ યુવાનો વિધાર્થીઓ સહિત તમામ નાગરીકોને નશીલા પદાર્થ/ડ્રગ્સ વગેરેથી દુર રહેવા જાહેર અપીલ કરવામાં આવે છે. તેમજ આ કાર્યક્રમમાં વધુમાં વધુ
લોકોને ભાગ લેવા અપીલ કરવામાં આવે છે.