ગિરનાર દત્તાત્રેય શિખર ઉપર થયેલા હુમલા પ્રકરણના જવાબદારો સામે પગલાની માંગ સાથે ભારતી આશ્રમ ખાતે શનિવારે વિરાટ સનાતની સંમેલન

0

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિરમાં થયેલા હિંચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ સંતો તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાનના સેવકગણમાં તીવ્ર આક્રોશ ફેલાયેલો છે અને આ કૃત્ય કરનારાઓને સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ફરિયાદ તેમજ તેઓની ધરપકડ કરવી અને દત્તાત્રેય શિખર ઉપર આવેલા દત્તાત્રેય પાદુકા મંદિર આવવા ઉપર પ્રતિબંધ મુકવો સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ પ્રશાસન તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવા સંજાેગોમાં આગામી તા.ર૮-૧૦-ર૦ર૩ના બપોરના ૪ કલાકે ભારતી આશ્રમ ખાતે ગુજરાતભરના સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વર તેમજ સનાતની ભક્તો દ્વારા સનાતની વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને ભાવી રણનિતી નક્કી કરવામાં આવનાર છે. આ અંગે પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર મંડળ તેમજ મહંત મહેશગીરીબાપુએ એક નિવેદન કરી તીવ્ર આક્રોશ વ્યકત કરતા જણાવેલ છે કે, તારીખ ૧-૧૦-૨૦૨૩ના રોજ ગિરનાર પર્વત ઉપર આવેલ દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિર ઉપર દિગંબર જૈન સમાજના ૨૦૦-૩૦૦ના ટોળાં એ એક હીચકારો કૃત્ય કર્યું અને ભગવાનની મૂર્તિને તોડવાનો, દત્ત પાદુકાને નુકસાન પહોચાડવાનો, સૂત્રોચાર કર્યા અને આનાથી ત્યાંની શાંતી અને અખંડિતતાને હાની થાય એવા પ્રયત્ન કર્યા હતા. આ અત્યંત ખેદ જનક ઘટનાથી સંપૂર્ણ સનાતની સમાજ હિન્દુ સમાજ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વર, પીઠાધિશો અત્યંત ક્રોધિત અને રોષે ભરાયા અને આ હીચકારૂ અને હિન, અત્યંત દ્રવિત કરી દેનાર આ કૃત્ય આચરનાર લોકોની ધરપકડ થાય તેમને યોગ્ય દંડ મળે તેઓ જાહેરમાં માફી માગે અને તેવા લોકોને અહીં આવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે એવી માંગણી સાથે પોલીસ પ્રશાસનને એફ.આઇ.આર નોંધાવવા માટે વિનંતી કરેલ પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને ગત તા.૭-૧૦-૨૦૨૩નાં દિવસે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં સંતો તેમજ સેવકગણે જવાબદારો સામે પગલા ભરવાની માંગણીનો સુર વ્યકત કર્યો હતો પરંતુ આજ દિવસ સુધી પ્રશાસન તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર તથા મહંતશ્રી મહેશગીરીબાપુએ તીવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગિરનાર એ ગુજરાતની વિરાસત છે અને હજારો વર્ષોથી ગિરનાર આસ્થાનું પ્રતિક રહ્યું છે. ભગવાન ગુરૂ દત્તાત્રેય, માં અંબાજી અને ગોરક્ષનાથના જયાં બેસણાં છે તેવી આ પાવનકારી જગ્યા એટલે કે ગિરનારને ભુસી નાખવાના પ્રયાસ થઈ રહયો છે જે ખેદજનક છે. તા.૧ ઓકટોબરના રોજ ગિરનાર દત્તાત્રેય શિખર ઉપર દિગંમ્બર જૈન સમાજના કેટલાક અસામાજીકોએ કરેલા હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. સનાતની સમાજ, સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને સનાતની ભક્તોમાં આ ઘટનાને લઈને તીવ્ર પ્રતિક્રીયાઓ વ્યકત કરવામાં આવી રહી છે. પ્રશાસન તંત્ર દ્વારા જવાબદારો સામે એફઆઈઆર સહિતની કાર્યવાહી કરવામાં આવી નથી. જયારે આગામી તા.ર૮-૧૦-ર૩ના બપોરના ૪ કલાકે ભારતી આશ્રમ ખાતે એક વિરાટ સનાતની સંમેલન મળી રહયું છે. જેમાં ગુજરાતભરના બે હજાર કરતા પણ વધારે સંતો ઉપસ્થિત રહેશે અને ગિરનાર બચાવવા માટે ભાવિ રણનિતી પણ ઘડી કાઢવામાં આવશે. આ સંમેલનમાં જૂનાગઢવાસીઓને પણ ઉપસ્થિત રહેવા મહંત શ્રી મહેશગીરીબાપુએ અનુરોધ કરેલ છે.

error: Content is protected !!