જૂનાગઢમાં એક, રાજકોટમાં બે ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. જે.જે.ગઢવી, પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.વા.સ.ઇ. ડી.એમ. જલુ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો જૂનાગઢ જિલ્લામાં ચો૨ીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢને ચોક્કસ હકિકત મળેલ છે કે, જૂનાગઢ શહેરની અંદ૨ દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીને અંજામ આપતો એક ઇસમ શંકાષ્પદ હાલતમાં ગીરના૨ દરવાજા નજીક આંટા ફેરા કરે છે અને આ ઈસમ પાતળા બાંધાનો છે. જેણે ગુલાબી કલ૨નો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઇ મોટી ચોરીને અંજામ આપવાની પેરવીમાં છે. તેવી ચોક્કસ હકિકત મળેલ હોય. જે હકિકતનો આધારે પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સાથે હકિકતવાળી જગ્યાએ આવી તપાસ કરતા હકિકત વાળો ઇસમ ઉભેલ જાેવામાં આવતા મજકુ૨ ઈસમ પોલીસને જાેઇ દોડીને ભાગવા જતા પાછળ દોડીને પકડી પાડી પુછપરછ કરતા પ્રદિપ ઉર્ફે પદીયો કાળુભાઇ પઢારીયા ઉ.વ.૨૨ (ધંધો-મજુરી રહે. ગોંડલ ચોકડી પાસે, ગુલાબ નગ૨, રોલેક્સ કંપનીની બાજુમાં, ગુલાબનગર પ્રાથમીક શાળાની બાજુમાં, રાજકોટ, મુળ ગામ-જસદણ જી.રાજકોટ) ગલ્લા તલ્લા ક૨વા લાગેલ અને સાચા જવાબ આપતો ન હોય. જેથી મજકુ૨ ઈસમની અંગ જડતી કરતા પેન્ટના ખીસ્સામાંથી એક સાદો મોબાઇલ ફોન તથા એક પ્લાસ્ટીકની નાની કોથળીમાંથી પીળી ધાતુનો ચેઇન, બુટીઓ, પેન્ડલ, વીટીઓ, નાકની વા૨ી તથા રોકડા રૂપિયા મળી આવેલ જેથી મજકુ૨ ઇસમને આ પીળીધાતુના ચેઇન, બુટીઓ અને પેન્ડલ, વીટીઓ, નાકની વા૨ી બાબતે બીલ વિગેરે કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતો હોય. જેથી મજકુ૨ ઈસમ પાસેથી મળી આવેલ પીળી ધાતુના ચેઇન, બુટીઓ, વીટીઓ, નાકની વા૨ી અને પેન્ડલની ખરાઈ કરવા માટે તાત્કાલીક સોની કામના જાણકા૨ વ્યક્તને સોનાની કામના વજન કાંટા સાથે બોલાવી ચકાસી વેરીફાઇ કરી તમામ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યાવહી અર્થે જૂનાગઢ શહે૨ એ ડીવીઝન પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ છે.

error: Content is protected !!