દ્વારકાધીશ જગતમંદીર પરિસરમાં શરદપૂર્ણિમા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

0

સંધ્યા આરતી બાદ પૂજારી પરિવાર દ્વારા એક સરખા વસ્ત્રો ધારણ કરી ભવ્ય રાસોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા

યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં ગઈકાલે શરદપૂર્ણિમાની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શરદપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગતમંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શૃંગાર પરિધાન કરાવવામાં આવેલ. દ્વારકાધીશ મંદિરમાં શરદપૂર્ણિમાને અનુલક્ષીને ઠાકોરજીને પરંપરાગત રીતે શરદોત્સવ સાથેના કાર્યકમનું જગતમંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જગતમંદિરમાં ઠાકોરજીને સફેદ વસ્ત્રોમાં વિવિધ અલંકારો સાથેનો ભવ્ય શૃંગાર વારાદાર પુજારી નેતાજી નરભેરામ દ્વારા કરવામાં આવેલ. તેમજ સાંજે મહાઆરતી અને ભગવાનને મહાભોગ દૂધ-પૌઆના મહાપ્રસાદ ભાવિકોને આપવામાં આવેલ. અને રાત્રિના સમયે પુજારી પરીવાર દ્વારા ઠાકોરજીના સ્વરૂપ સાથે રાસોત્સવ રમી શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા – પુરુષો જાેડાયા હતા. આ રાસોત્સવ નિહાળવા માટે શહેરના મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નેતાજી નરભેરામ પુજારી પરીવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ શરદોત્સવમાં માયાભાઈ આહીર, મયુરભાઈ દવે, સાગરદાન ગઢવી સહિતના કલાકારો જાેડાયા હતા.

error: Content is protected !!