જૂનાગઢમાં જવેલર્સની દુકાનમાંથી ૧.૩ર લાખનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ પ્રખ્યાત જવેલર્સની પેઢીમાં કામ કરતો પશ્ચિમ બંગાળનો એક કારીગર સોનાના દાગીના બનાવવા આપેલ ર૧.ર૦૦ ગ્રામ(૧.૩ર લાખનું) સોનું પોતાના આઈ.ડી.માં છુપાવીને ભાગી જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર ભીંડી જવેલર્સ નામે સોનાના દાગીના હોલેસેલ અને રીટેલ વેંચાણ અને બનાવી આપનાર પેઢીમાં ચોરી થયાનું સામે આવ્યું છે. પેઢીના માલિક ધવલભાઈ જીતેન્દ્રભાઈ ભીંડીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં કહ્યું છે કે, તેમની પેઢીમાં આશરે ૧રપ જેટલા માણસો કામ કરે છે અને જેમાં મોટા ભાગના પશ્ચિ બંગાળના કારીગરો છે. જે કારીગરોને સોનાના દાગીના બનાવવા સોનું આપવામાં આવે છે. તેમાં પશ્ચિમ બંગાળનો કારીગર લખન અનિલ સરકારને ૪ મહિનાથી કામે રાખવામાં આવ્યો હતો. તેને ગઈકાલે સવારે પેઢીના સુપરવાઇઝર દ્વારા સોનાના દાગીના બનાવવા ૧,૩ર,પ૦૦ની કિંમતનું ર૧.ર૦૦ ગ્રામ સોનું આપ્યું હતું તે સવારે કામે આવ્યો અને બપોરે જમવા ગયેલો ત્યાર બાદ જમીને પરત ના આવતા તેને ફોન કર્યો પરંતુ તેણે ફોન ના ઉપાડતા તેમના ઉપર શંકા ગયેલ અને જમવા ગયેલ તે સમયમાં સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં એવું દેખાયું કે, લખનને આપવામાં આવેલું સોનું તેણે પોતાના આઈ.ડી. કાર્ડની પાછળ છુપાવી રહ્યો હતો.જેને લઈને આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે લખનનો ફોટો મેળવીને તેનેે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!